તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મતો માટે મુખ્યમંત્રી યુવાનોને ગેરમાર્ગે દોરે છે : કોંગ્રેસ

મતો માટે મુખ્યમંત્રી યુવાનોને ગેરમાર્ગે દોરે છે : કોંગ્રેસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અવારનવાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જુઠ્ઠાણા રજૂ કરી રહ્યા છે. સરદારસાહેબનું અપમાન કરવા બદલ મોદી દેશ અને ગુજરાતના યુવાનોની માફી માગે તેવી માગણી પ્રદેશ કોંગ્રેસે કરી છે અને જો મુખ્યમંત્રી માફી નહીં માગે તો હાઈકો‌ર્ટમાં પિટિશન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. મુખ્યમંત્રી પ્રસિદ્ધિ માટે ઇતિહાસને રફેદફે કરીને સરદાર સાહેબ માટે સતત જૂઠું બોલી રહ્યા હોવાનું પ્રદેશ કોંગ્રેસના મંત્રી ડો. હિ‌માંશુ પટેલે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે મહિ‌લા આરક્ષણનો પ્રસ્તાવ સરદારસાહેબ ૧૯૧૯માં લાવ્યા હોવાનું જુઠાણું ચલાવતા મુખ્યમંત્રી સતત દેશના રાષ્ટ્રીય નેતાનું અપમાન કરી રહ્યા છે.