તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એએસએલની ટીમ શી કામગીરી કરશે?ૃચ્ ’

એએસએલની ટીમ શી કામગીરી કરશે?ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એએસએલ ટીમ મોદીના કાર્યક્રમ વખતે જે તે સ્થળનું સલામતીની દૃષ્ટિએ અગાઉથી નિરીક્ષણ કરશે અને તે મુજબ સુરક્ષા વ્યવસ્થા નક્કી કરશે. સ્થાનિક પોલીસ અને ગુજરાત પોલીસ સાથે સંકલન કરશે, પરંતુ સલામતી વ્યવસ્થા અંગેના તમામ નિર્ણયો પોતાની રીતે જ લેશે. મોદીના રૂટ, કાફલો, જે તે સ્થળે લોકોની ચકાસણી, વાહનોની ચકાસણી સહિ‌તની તમામ બાબતો પર આ ટીમ નજર રાખશે.
મોદીની બિહાર મુલાકાત વખતે ખાસ તકેદારી
પટના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલી પાંચ વ્યક્તિના પરિવારજનોને સાંત્વના પાઠવવા મોદી શનિવારે બિહારની મુલાકાત લેશે. આથી તેમની સુરક્ષા માટે તકેદારી રખાઈ રહી છે. આ મુલાકાતથી જ કેન્દ્રની એએસએલની ટીમ કાર્યરત થઈ જશે.
મોદીની સાથે ૧૪૪ સલામતી રક્ષકોનો કાફલો
મોદીની જે રાજ્યમાં જાહેર સભા હોય ત્યાં સલામતી માટે અગાઉથી પહોંચતી ગુજરાત પોલીસની ટીમમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ હોય છે. મોદીની સાથે ૧૪૪ જેટલા સલામતી રક્ષકો પણ જોડાય છે, જેમાં ૪૬ એનએસજી કમાન્ડો અને સાત આઇપીએસ અને જીપીએસ કેડરના અધિકારીઓનો સમાવેશ થાય છે.