તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૨૦૬૯ના છેલ્લા સેશનમાં સેન્સેક્સ ઓલટાઈમ હાઈ

૨૦૬૯ના છેલ્લા સેશનમાં સેન્સેક્સ ઓલટાઈમ હાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૨૧૨૦૬.૭૭ પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ છેલ્લે ૩૨.૨૯ પોઇન્ટના સુધારા સાથે ૨૧૧૯૬.૮૧ પોઇન્ટની નવી ટોચની સપાટીએ બંધ રહેવા સાથે વિક્રમ સંવત ૨૦૬૯ વિદાય થઇ રહ્યું છે. નિફ્ટી પણ ૮.૦પ પોઇન્ટના સુધારા સાથે ૬૩૦૦ પોઇન્ટની ઉપર ૬૩૦૭.૨૦ પોઇન્ટના નવા ઐતિહાસિક ઊંચા મથાળે બંધ રહ્યો હતો. રિયાલ્ટી, બેન્ક, મેટલ, ઓટો, કન્ઝ્યુમર ગુડ્સ અને પીએસયુ શે‌ર્સમાં સુધારાની ચાલ આગળ વધી હતી. જોકે એફએમસીજી, કન્ઝ્યુમર ડયુરેબલ્સ અને ઓઇલ-ગેસ શે‌ર્સમાં પીછેહઠ જોવા મળી હતી. સેન્સેક્સે ૨૦૬૮ના અંતિમ દિવસથી ૨૦૯૬૯ના છેલ્લા દિવસ દરમિયાન ૨પ૨૬.૪૭ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. ગઇકાલે આઠ પાયાના ઉદ્યોગોએ સપ્ટેમ્બર માસ માટે નોંધાવેલી ૮ ટકાની વૃદ્ધિ ઉપરાંત શુક્રવારે નાણાપ્રધાન પી ચિદમ્બરમના ... અનુસંધાન પાના નં. ૧પ
સ્ટેટમેન્ટ અનુસાર દેશની નિકાસો સતત વધતી રહેવા સાથે સારા ચોમાસાના કારણે પાક-પાણીની સ્થિતિ પણ સારી રહેશે. તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર સાનુકૂળ અસર જોવા મળી હતી.
------------
માર્કેટકેપમાં રૂ. ૮.૧૯ લાખ કરોડની વૃદ્ધિ
વિક્રમ સંવત ૨૦૬૯ દરમિયાન રોકાણકારોની મૂડીમાં રૂ. ૮.૧૯ લાખ કરોડની જંગી વૃદ્ધિ સાથે માર્કેટકેપ રૂ. ૬૮.૭૮ કરોડની સપાટીએ પહોંચ્યું છે. સેન્સેક્સ છેલ્લા પાંચ દિવસની સળંગ સુધારાની ચાલ દરમિયાન ૬૨૭ પોઇન્ટ ઊછળી ગયો છે.