તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પટણા વિસ્ફોટોના શકમંદ આતંકીનું મોતૃચ્ ’

પટણા વિસ્ફોટોના શકમંદ આતંકીનું મોતૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ નેટવર્ક/ એજન્સી. પટણા
પટણા વિસ્ફોટોના મુખ્ય શકમંદ અનુલ ઉર્ફે તારિકનું મોત નીપજ્યું છે. તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પટણા રેલી પહેલાં રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયો હતો. છેલ્લા પાંચ દિવસથી તે વેન્ટિલેટર પર હતો. ગુરુવારે મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું.
ઇન્દિરા ગાંધી ઇિન્સ્ટટયૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર અરુણ કુમારે જણાવ્યું હતું કે તારિકના માથામાં લોખંડાના ટુકડા ઘૂસી ગયા હતા. ઓપરેશનથી પણ આ ટુકડા નીકળી શકે ... અનુસંધાન પાના નં. ૧પ
તેમ નહોતા.
પટણા પોલીસે વિસ્ફોટ કરીને ભાગવાનો પ્રયાસ કરનારા તારિકને પ્લેટફોર્મ નંબર ૧૦ની નજીકથી પકડયો હતો. આ કેસમાં પોલીસે શુક્રવારે બીજા આરોપી તબીસ નિયાઝ ઉર્ફે અરશદ અન્સારીને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને સાત દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. નિયાઝ ત્રાસવાદી જૂથ ઇન્ડિયન મુજાહિ‌દ્દીન સાથે સંકળાયેલો છે. પોલીસે સદ્દામ નામની એક વ્યક્તિને પણ પકડી છે. જોકે, પોલીસે તરફથી સત્તાવાર સમર્થન મળ્યું નથી.
નીતીશ પાસે પીડિતોને મળવાનો સમય નથી : ભાજપ
ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસૈને આરોપ મૂક્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પાસે પટણા વિસ્ફોટોમાં માર્યા ગયેલાઓનાં પરિવારજનો અને ઇજાગ્રસ્તોને મળવા માટે સમય નથી. તેઓ રાજકીય યાત્રામાં વ્યસ્ત છે.