તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખુલાસાઓથી કપિલ વ્યાકુળ થઈ ગયોૃચ્ ’

ખુલાસાઓથી કપિલ વ્યાકુળ થઈ ગયોૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંડરવલ્‌ર્ડ‌ અને ક્રિકેટ વચ્ચે સંબંધોની પીચ પર ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવ ગૂંચવાઈ ગયો છે. દિલીપ વેંગસરકર અને રવિ શાસ્ત્રીના ખુલાસાઓથી કપિલદેવ વ્યાકુળ થઈ ગયો છે. કર્નલ વેંગસરકરે કહ્યું હતું કે ૧૯૮૬માં શારજાહમાં ફાઈનલ મેચ વખતે દાઉદ ઈબ્રાહીમ ટીમના ડ્રેસિંગ રૂમમાં આવ્યો હતો. તેણે કપિલને કહ્યું હતું કે, જો પાકિસ્તાનને હરાવી દેશો તો દરેક ખેલાડીઅને એક એક કાર આપીશ. વેંગસરકરના જણાવ્યા અનુસાર કપિલે દાઉદને કાઢી મૂક્યો હતો. પહેલા કપિલે કહ્યું હતું કે હું નહોતો જાણતો કે તે દાઉદ હતો. બાદમાં તે વાતને બકવાસ ગણાવી. પરંતુ રવિ શાસ્ત્રીએ ગૂગલી ફેંકી કે જ્યારે કપિલને બાદમાં ખબર પડી કે તે દાઉદ હતો ત્યારે તેણે માફી માંગી હતી. બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ જયવંત લેલેએ પણ પોતાના પુસ્તક આઈ વોઝ ધેર- મેમોય‌ર્સ ઓફ અ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર’માં ઉલ્લેખ કર્યો છે. તે સમયે ડ્રેસિંગ રૂમમાં લેલે પણ હતા. તે સમયમાં કપિલ એક એડમાં કહેતો હતો કે - પામોલિવ કા જવાબ નહીં, પરંતુ હવે તેઓ જવાબ આપવાથી કંટાળી ગયા છે.