તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વેસુની જમીન પચાવી પાડવામાં સંમતિ આપનારા વૃદ્ધ ઝબ્બે

વેસુની જમીન પચાવી પાડવામાં સંમતિ આપનારા વૃદ્ધ ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ સુરત
વેસુની ગણોતધારાની જમીન બોગસ એન્ટ્રીના સહારે પચાવી પાડવાના કેસમાં શુક્રવારે પોલીસે વધુ એકની ધરપકડ કરી હતી. આરોપી ચીમનભાઈ પટેલે બોગસ વસિયતનામાના કાગળ પર પોતાની સંમતી દર્શાવી હતી.
વિગતો મુજબ, વેસુમાં આવેલી નવા રેવન્યુ સરવે નંબર ૧૧૬-૧વાળી જમીન પચાવી પાડવા માટે જે તે સમયના વેસુના તલાટી મોહન કાપડિયાએ મૂળ ગણોત એવા ચીખલીબાઈના મૃત્યુ બાદ તેમને કાગળ પર જીવીત બતાવીને ૩૨-એમનો સર્ટિ‌. ઇશ્યુ કર્યો હતો. આમ, તો ચીખલીબેનનું મૃત્યુ ૧૯પ૯માં જ થઈ ગયું હતું. પરંતુ ઓન રેક‌ર્ડ‌ તો ૨૦૦૪માં તેમના અંગુઠાનું નીશાન બતાવવામાં આવ્યું હતું. આરોપ છે કે આ નિશાન તલાટીએ જાતે જ લગાવ્યુ હતું.
મોહન કાપડિયાની પૂછપરછ બાદ પોલીસને ખબર પડી કે, જે બોગસ વસિયતનામુ બનાવામાં આવ્યું હતું, તેમાં ૭૩ વર્ષીય ચીમનભાઈ કીકાભાઈ પટેલ ((રહે. ભરથાણા ગામ))એ પોતાની સંમતિ આપી હતી. એટલે એસીપી એ. આર. બાગલેએ તેમની પણ ધરપકડ કરી હતી.