તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શૈક્ષણિક
પત્રકારત્વ સંશોધનમાં પીએચ.ડી થયા
સુરત સોનગઠ તાલુકાના દોણ ગામના રહેવાસી શ્રીમતી ચારૂલતાબેન ભાણાભાઇ ગામિત દ્વારા રજૂ કરવામાં આવેલા મહાશોધ નિબંધ એક શતકનું પત્રકારત્વ : સામાજીક અને સાંસ્કૃતિક સંદર્ભે’ ને વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટીએ માન્ય રાખીને તેઓને પી.એચ.ડીની ડીગ્રી એનાયત કરી છે.આ મહાશોધ નિબંધ તેઓએ પ્રોફેસર જશુ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે.
સરદાર પટેલ જયંતી નિમિત્તે રેલી યોજાઇ
સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એક્સપેરિમેન્ટલ શાળા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના વિદ્યાર્થી‍ઓ દ્વારા બનાવવામાં આવેલા સરદાર પટેલના જીવન પરથી પ્રેરિત પોસ્ટર તથા બેન‌ર્સ સાથે ૭૦૦ વિદ્યાર્થી‍ઓ તેમજ શૈક્ષણિક કર્મચારીઓ શાળાની આસપાસના પ.કિ.મી જેટલા વિસ્તારમાં ફરીને સમાજને રાષ્ટ્રપ્રેમ તથા રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો.