તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૧૬ નવેમ્બરે યોજાશે ઈઇફઉની એપ્ટીટયુડ ટેસ્ટ

૧૬ નવેમ્બરે યોજાશે ઈઇફઉની એપ્ટીટયુડ ટેસ્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર સુરત
દસમા ધોરણ પછી કયો સબ્જેક્ટ લેવો અને કઇ લાઇન લેવી એ વિશે સ્ટુડન્ટ્સ મોટેભાગે અસમંજસમાં રહેતા હોય છે. સ્ટુડન્ટ્સની આ અસમંજસ દૂર થાય અને દસમા ધોરણ પછી કઇ લાઇન લેવી અથવા તો કયા સબ્જેક્ટ્સ સિલેક્ટ કરવા એ વિશે કોઇપણ મુશ્કેલી વગર નિર્ણય લઇ શકે એ માટે સીબીએસઇ બો‌ર્ડ‌ દ્વારા ગ્લોબલ એપ્ટીટયુડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટેસ્ટ ૧૬મી નવેમ્બરે યોજાશે. પહેલા આ ગ્લોબલ એપ્ટીટયુડ ટેસ્ટ જાન્યુઆરીમાં યાજેવામાં આવતી હતી પણ આ વખતે આ ટેસ્ટ નવેમ્બરમાં આયોજીત કરવામાં આવી છે, જેનું મુખ્ય કારણ એ છે કે એક્ઝામ પહેલા સ્ટુડન્ટ્સને લાઇન અને સબ્જેક્ટ સિલેકશનની દ્વિધામાંથી બહાર નીકળવાનો પૂરતો સમય મળી રહે અને આ એપ્ટીટયુડ ટેસ્ટના રિઝલ્ટ પરથી સ્ટુડન્ટ્સ ડિસીશન લઇ શકે. એક્સપ‌ર્ટસ કેહ છે કે આ એક્ઝામ નવેમ્બરમાં યોજાવાની છે એટલે રિઝલ્ટ પણ વહેલું આશે અને આ કારણે સ્ટુડન્ટ્સને સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં પણ સરળતા રહેશે. આ ટેસ્ટ ઓપ્શનલ છે. જે સ્ટુડન્ટ્સને આ ટેસ્ટ આપવી હોય એ સ્કૂલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ એપ્ટીટયુડ ટેસ્ટની કોઇ તૈયારી કરવાની હોતી નથી. આ ટેસ્ટમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે જેના આધારે જે તે સ્ટુડન્ટ્સને કયા વિષયમાં અને કયા ક્ષેત્રમાં વિશેષ ઇન્ટ્રેસ્ટ છે એ જાણી શકાય છે અને આ ઇન્ટ્રેસ્ટ જાણ્યા બાદ એમને રિઝલ્ટમાં જ લાઇન અને સબ્જેક્ટસ વિશે ગાઇડ કરવામાં આવે છે.