તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડેન્ગ્યુમાં વધુ એકનું મોતૃચ્ ’સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુના તાવને કારણે બે વ્યકિત

ડેન્ગ્યુમાં વધુ એકનું મોતૃચ્/’સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુના તાવને કારણે બે વ્યકિતઓના મોત થયા છે.ગુરૂવારે પંદર વર્ષિ‌ય કિશોરીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું હતું. લીંબાયત વિસ્તારની શિવકૃપા સોસાયટીમાં રહેતા શશીકાંત સોનવણે તેના પરીવાર સાથે રહેતો હતો. શશીકાંતની પંદર વર્ષિ‌ય પુત્રી દિપીકા શશીકાંત સોનવણે બે દિવસથી તાવ આવતો હોવાથી બિમાર રહેતી હતી. તેના લોહીના રીપો‌ર્ટ કરાવતા તેમાં ડેન્ગ્યુ પોઝીટીવ આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.ગુરૂવારના રોજ દિપાલીનું મોત નિપજ્યુ હતું.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


શહેરમાં છેલ્લા બે દિવસમાં બે વ્યકિતઓના મોત ડેન્ગ્યુના તાવને કારણે થયા છે.ગુરૂવારના રોજ પંદર વર્ષિ‌ય કિશોરીનુ ડેન્ગ્યુના તાવને કારણે મોત નિપજ્યું હતું.આમ શહેરમાં આજે પણ રોગચાળાની થોડી અસર રહેલી હોય તેવુ લાગી રહ્યું છે.

લીંબાયત વિસ્તારની શિવકૃપા સોસાયટી માં રહેતા શશીકાંત સોનવણે તેના પરીવાર સાથે રહેતો હતો.શશીકાંતની પંદર વર્ષિ‌ય પુત્રી દિપીકા શશીકાંત સોનવણે બે દિવસથી તાવ આવતો હોવાથી બિમાર રહેતી હતી.તેના લોહીના રીપો‌ર્ટ કરાવતા તેમાં ડેન્ગ્યુ પોઝીટીવ આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.ગુરૂવારના રોજ દિપાલીનુ મોત નિપજ્યુ હતું.યુવાન બાળકીના મોતથી તેના ઘરમાં ગમગીની છવાઇ ગઇ હતી.દિપીકાના પીતા મજુરીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે અને તેમને અન્ય બે બાળકો છે.