તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગુજરાત બહારથી ખરીદેલા વાહનોનું વેટ, એન્ટ્રી ટેક્સ વગર રજીસ્ટ્રેશન નહીં

ગુજરાત બહારથી ખરીદેલા વાહનોનું વેટ, એન્ટ્રી ટેક્સ વગર રજીસ્ટ્રેશન નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સુરત
ગુજરાત સિવાયના રાજ્યોમાં વેટ અને એન્ટ્રી ટેક્સની ટકાવારીમાં ફરક છે એનો ફાયદો ઉઠાવી અને ક્યારેક વેટ ચોરી કરીને કેટલાંક લોકો અન્ય રાજ્યોમાંથી નવું વાહન સસ્તામાં ખરીદી લાવે છે પરંતુ હવે એવા વાહનોનું આરટીઓ રજીસ્ટ્રેશન જ નહીં કરે.
નાણા મંત્રાલયે સુરત ઉપરાંત રાજ્યની આરટીઓ કચેરીને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે બહારના રાજયોમાંથી વાહન ખરીદ્યા હોય પરંતુ વેલ્યુ એડેડ ટેક્સનું ચૂકવણુ ન કર્યુ હોય તો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરવું નહીં. આ સિવાય ખરીદનારે એન્ટ્રી ટેકસનુ ચૂકવણુ કરાયું હોવાનું પ્રમાણ પણ રજૂ કરવાનુ રહેશે. બહારના રાજયોમાંથી
વાહન ખરીદવામાં સીધો પાંચ થી પંદર ટકાનો ફાયદો હોવાને કારણે લોકો મહારાષ્ટ્રમાંથી વાહન ખરીદવાનું પસંદ કરતા હતા. બીજી તરફ કેટલાક દલાલો પણ વાહનો પર બાર ટકા વેટ અને બે ટકા જેટલા એન્ટ્રી ટેકસનુ ચૂકવણુ કર્યા વગર જ ગુજરાતમાં અન્ય રાજ્યોના વાહનો ઠાલવતા હતા. તેથી રાજયના નાણા
મંત્રાલયે તમામ આરટીઓ કચેરીને
એન્ટ્રી ટેકસ અને વેટ ચૂકવણાના પ્રમાણપત્ર વગર વાહન રજિસ્ટ્રેશન કરવાની મનાઇ ફરમાવી છે.