તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શ્રમિકના મોત કેસમાં બે સામે ગુનો નોંધાયો

શ્રમિકના મોત કેસમાં બે સામે ગુનો નોંધાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.કતારગામ
કતારગામ જૂની જીઆઈડીસીમાં અક્ષય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નામના ખાતામાં બે દિવસ અગાઉ એમ્બ્રોઈડરી મશીન ચઢાવતી વખતે એક શ્રમિકનું પટકાતા મોત નીપજ્યું હતું. આ બનાવમાં કારખાનાની દિવાલ નહીં હોવા છતાં મશીનના પટ્ટાઓ નીચે ફેંકવા જણાવતા શ્રમિક મશીનના પટ્ટા નીચે ફેંકવા જતાં પટકાતાં મોત થયું હતું. આ ઘટનામાં કતારગામ પોલીસે કારખાનેદાર અને ક્રેનચાલક સામે બેદરકારીનો ગુનો દાખલ ક્ર્યો હતો.
કતારગામ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જુની જીઆઈડીસીમાં અક્ષય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નંબર ૧૮ પાસે બુધવારના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે ત્યાં કામ કરતા રાહુલ શ્યામનારાયણ પાંડે ((૨પ)) ((રહે-૧૭૨, રામેશ્વર સોસા. ગલી નંબર-૪, નીલગીરી ફાટક, લીંબાયત))નું એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે બીજા માળેથી નીચે પટકાઈ પડતાં ક્રેન પર પડતાં શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કતારગામ પોલીસે પ્રથમ આકસ્મિક મોતની નોંધ કરી હતી.
જોકે મૃતકની પત્ની હેમાબેનને ક્રેનચાલક અને કારખાનેદારની બેદરકારીને લીધે ઘટના બની હોવાની ફરિયાદ કરતાં કતારગામ પોલીસે કારખાનેદાર જતીન કાનજીભાઈ પટેલ તથા ક્રેન નંબર-જીજે-પ-સીઈ-૮૮૪૯ના ચાલકે રાહુલને મજુરીથી કામે રાખ્યો હોય અને મશીનરી ચઢાવતી વખતે મશીનના પટ્ટાઓ દિવાલ નહીં હોવા છતાં કારખાનેદારે નીચે ફેંકવા જણાવાયું હતું અને મશીનના પટ્ટા ફેંકતાં નીચે પટકાતાં તેનું મોત નીપજ્યું હોવાથી બેદરકારીનો ગુનો દાખલ કરાયો હતો. આ બનાવ અંગે વધુ તપાસ કતારગામ પોલીસમથકના પીએસઆઈ એસ.એમ.પરમાર કરી રહ્યા છે.