તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સિવિલ હોસ્પિટલના ટોઇલેટ છે કે તિજોરી!

સિવિલ હોસ્પિટલના ટોઇલેટ છે કે તિજોરી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવી સિવિલમાં દર્દી‍ઓ માટે પ્રાથમિક સુવિધાનો અભાવ આજે પણ જોવા મળી રહ્યો છે. સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ નીચે આવેલા એક્સ-રે વિભાગ નજીકના શૌચાલયોમાં મહિ‌લા ટોઇલેટમાં છેલ્લા ૨૦ દિવસથી તાળાં લગાવી દેવાયા છે. સામાન્ય રીતે એક્સ-રે, સિટી સ્કેન વગેરે કરાવવા પહેલા સૌથી પહેલી જરૂરિયાત જ શૌચાલયની પડે છે. જેથી અહીં આવતી મહિ‌લાઓએ પુરુષો માટેના બાથરૂમમાં જવાની ફરજ પડે છે.
નવી સિવિલ હોસ્પિટલમાં એકસ-રે અને સોનોગ્રાફી વિભાગમાં દર્દી‍ઓની હંમેશા લાંબી લાઇનો લાગેલી હોય છે. આ વિભાગમાં આવેલા શૌચાલયોમાં પુરુષો અને મહિ‌લાઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કોઇ કારણસર ૨૦ દિવસથી મહિ‌લાઓ માટેના શૌચાલય પર તાળાં મારી દેવામાં આવ્યાં છે. આ બાબતે દર્દી‍ઓ વચ્ચે અવારનવાર ઝઘડા પણ થયાના બનાવો જોવા મળ્યા છે. મહિ‌લાઓ પહેલા તો બાથરૂમ પર તાળું લટકતું જોઈને વિમાસણમાં પડી જાય છે અને ફરજ પરના સ્ટાફને પૂછપરછ કરતાં તેઓ પુરુષોના શૌચાલયનો ઉપયોગ કરવા જણાવે છે. આમ એક રીતે મહિ‌લા દર્દી‍ઓને તે માટે મજબૂર કરવામાં આવી રહી છે. સિવિલ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ નીચે જ આવી લોલમલોલ હોય તો અન્ય વો‌ર્ડ‌ કે વિભાગ વિશે તો પૂછવું જ શું?