તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધનતેરસે સોના ચાંદી અને વાહનોની ધમાધમ ખરીદી!

ધનતેરસે સોના-ચાંદી અને વાહનોની ધમાધમ ખરીદી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત
કેન્દ્રના નાણામંત્રી પી.ચિદમ્બરમ સોનાની આયાત ઘટાડવા માટે ગમે તેટલા ધમપછાડા કરે, પણ લોકોનો સોનાની ખરીદીનો મોહ ઘટયો નથી. લોકો આજે પણ સોનામાં કરેલું રોકાણ સલામત હોવાનું માની રહ્યા છે.આ વાત કહેવાની એટલા માટે જરૂર પડી છે કે શુક્રવારે ધનતરેસના પવિત્ર દિવસે શહેરના ઝવેરીઓને તકાડો પડી ગયો હતો. સવારથી જવેલ‌ર્સની દુકાનમાં લોકોની ખરીદી માટે ભીડ રહી હતી, પણ સાંજે ઘણી દુકાનોમાં હકડેઠઠ ભીડ જામી હતી. ઝવેરીઓના જ જણાવ્યા મુજબ શુક્રવારે ધનતેરસના તહેવારમાં ૨પ૦ કીલો જેટલું સોનું વેચાયું હોવાનો અંદાજ છે.એ ઉપરાંત ડાયમંડ જવેલરી અને ચાંદીમાં પણ નોંધપાત્ર ઘરાકી રહી હતી. જાણકારો મુજબ એક જ દિવસમાં સોના-ચાંદી અને હીરામાં રૂપિયા ૧૦૦ કરોડથી વધુની ખરીદી થઈ છે.તથા ૪૦ કરોડના વાહનો વેચાયા હોવાનું જાણવા મળ્યું છે. પૂષ્ય નક્ષત્રની ખરીદીની કચાશ ધનતેરસમાં પુરી થઈ જતા વેપારીઓને હાશકારો થયો હતો.
ધનતેરસના દિવસે ખરીદી કરવાનું ધાર્મિ‌ક માન્યતા મુજબ શુભ માનવામાં આવે છે.વર્ષોની પરંપરા મુજબ લોકો સોનું કે ચાંદી જેવી કિંમતી ધાતુ કે નવા વાહનો અને નવા ઘરના બુકીંગ કે હોમ એપ્લાયન્સીસની ખરીદી કરતા હોય છે.આ વખતે રવિ પૂષ્ય નક્ષત્રના દિવસે ધારવા પ્રમાણેની ખરીદી નિકળી નહોતી અને બજારનો માહોલ પણ ઠંડો હતો.પણ ધનતેરસના દિવસે લોકોએ મન મુકીને ખરીદી કરી.