તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દકની તપાસ થંભી ગઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ સુરત: વાપીથી ઝડપાયેલાં રૂપિયા ૧૮ કરોડના રક્તચંદનના કેસમાં ડીઆરઆઈની ટીમને ઓપરેશનના ત્રણ દિવસ બાદ પણ ઝાઝી સફળતા મળી શકી નથી. અધિકારીઓ પાસે મીલ માલિકનું નામ અને પૂણાની કંપનીની લીન્ક પણ મળી હોવા છતાં તપાસને આગળ વધારવામાં નિષ્ફળ રહ્યા છે. દરમ્યાન ત્રણ દિવસમાં લાકડું ઉંચકનારા મજૂરોના જ સ્ટેટમેન્ટ લેવાયા છે.

વાપીની બંધ મીલમાંથી ૪૦ મેટ્રિક ટન રક્તચંદનનો જથ્થો ઝડપાયા બાદ ડીઆરઆઇના અધિકારીઓ આ કેસ જલદી ઉકેલી લેશે એમ લાગતુ હતું, પરંતુ આજે ત્રીજા દિવસે પણ અધિકારીઓ મજૂરોના સ્ટેટમેન્ટની આગળ વધી શક્યા નહતા. ડીઆરઆઈના એક ઉચ્ચ અધિકારીએ આ અંગે વધુ માહિ‌તી આપતાં જણાવ્યું કે એકવાર સ્ટોક અમારી પાસે આવી ગયો હોવાથી અમને સ્મગલરોની ગતિવિધિ પર નજર રાખવાનું આસાન બન્યું છે. પીપાવાવ ખાતેથી પણ કેટલીક માહિ‌તી એકત્રિત કરવામાં આવી રહી છે. અમને આશા છે કે આ લાકડાંનો સ્ટોક જેનો છે તેઓ જરૂરથી કોઈ ભૂલ કરશે. હાલ જે એડ્રેસ મળયા ત્યાં તપાસ કરી છે, પરંતુ કોઈની ધરપકડ શક્ય બની નથી. સૂત્રો જણાવી રહ્યા છે દિવાળીની રજાઓએ પણ તપાસ પર અસર કરી છે.