તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અભિનંદન માર્કેટની આગમાં ૃચ્ ’૧પ હજાર સાડીના ચીંથરા

અભિનંદન માર્કેટની આગમાં ૃચ્/’૧પ હજાર સાડીના ચીંથરા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીલાઈટમાં પણ શિતલ ટાવરમાં ધાબા પર સૂકાઈ રહેલા કપડાં પર ફટાકડો પડતાં આગ લાગી
ભાસ્કર ન્યૂઝ.સુરત
દિવાળીને કારણે માર્કેટમાં ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે જ શુક્રવારે બપોરે રીંગરોડની કાપડ માર્કેટની બિલ્ડીંગમાં પાંચમા માળે શુભમ સિલ્ક મીલની ઓફિસમાં શો‌ર્ટ સર્કિટથી આગ લાગતાં ૧પ હજાર જેટલી સાડીઓ બળીને ખાખ થઈ ગઇ હતી.
રીંગરોડ પર અભિનંદન માર્કેટની બિલ્ડીંગના પાંચમાં માળે શુભમ સિલ્ક મીલ નામની ઓફિસમાં શુક્રવારે બપોરના સમયે શો‌ર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઓફિસમાં પડેલી ૧પ થી ૧૭ હજાર સાડીઓનો જથ્થો અને ઓફિસનુ ફર્નીચર પણ સંપૂર્ણ બળી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયરના જવાનોએ અભિનંદન માર્કેટમાં પહોંચી એક કલાકની મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. ઓફિસ અને બાજુમાં રહેલા ગોડાઉનમાં આગની અસરને કારણે તમામ સાડીઓ બળી જતા લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. આગની જ બીજી એક ઘટનામાં સીટી લાઇટ રોડ પરના શીતલ ટાવરમાં કોઇ ફટાકડા કે રોકેટને કારણે દસમાં માળે સુકાઇ રહેલા કપડા અને
ચાદરોમાં આગ લાગી હતી.દસમાં માળે આગનો કોલ હોવાથી ફાયરબ્રિગેડે ત્રણ ફાયર ફાયટર, ટેન્કર અને હાઇડ્રોલીક ફાઇટર પણ મોકલી આપ્યું હતું.જોકે આગ સામાન્ય હોવાથી ટાવરના રહીશોએ જ પાણીથી કાબુમાં લઇ લીધી હતી.આથી ત્યાં થોડા સમય બાદ પહોંચેલા ફાયરના જવાનો અને તેના કાફલાએ ઘટના સ્થળ પરથી એમને એમ પરત ફરવુ પડયું હતું. બંને ઘટનામાં કોઇ પણ જાનહાની થઇ ન હતી.