તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દિવાળી પહેલા જ આઇટીનો સપાટો ૃચ્ ’શહેરમાં ૬૦ કરોડનું કાળું નાણું ઝડપ્યું

દિવાળી પહેલા જ આઇટીનો સપાટો ૃચ્/’શહેરમાં ૬૦ કરોડનું કાળું નાણું ઝડપ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
દિવાળી અગાઉના સર્વે આ વખતે આઇટી ડિપા‌ર્ટમેન્ટને બરાબરના ફળ્યા છે. મુખ્ય બાબત એ છે કે ડીઆઇ વિંગની આક્રમક કામગીરી આ સમયગાળામાં ન થઈ હોવા છતાં રેન્જને સફળતા મળી છે.
સામાન્ય રીતે દિવાળી અગાઉ ડીઆઇ વિંગ જ રૂપિયા ૪૦ થી પ૦ કરોડનું કાળું નાણું શોધી કાઢે છે અને બાકીનું રૂપિયા ૨૦ થી ૩૦ કરોડનું કાળુ નાણું રેન્જના અધિકારીઓ શોધી કાઢે છે. પરંતુ આ વખતે ડીઆઇ વિંગે સુરત સિવાય વાપી અને દમણના એરિયામાં વધુ ધ્યાન આપ્યું હતું. જ્યારે સુરતમાં ડીઆઈ વિંગની ગેરહાજરીનો રેન્જના અધિકારીઓએ બરાબરનો લાભ ઉઠાવ્યો હતો. દિવાળી અગાઉના મહિ‌નામાં જે રૂપિયા ૬૦ કરોડનું કાળુ નાણું ઝડપાયું એમાં ૬૦ થી ૭૦ ટકા તો બિલ્ડરોનો ટેકસ હતો. આ બિલ્ડરો પણ એવા હતા જે પહેલી જ વાર આઇટીના સાણસામાં આવ્યા હતા. દરમિયાન સર્વેમાં વિવિધતા માટે અધિકારીઓએ છેલ્લે-છેલ્લે એમ્બ્રોઇડરી, ડ્રાયફુટ અને મીઠાઈના વેપારીઓને ત્યાં પણ તપાસ કરી હતી.આ સેકટરમાંથી અધિકારીઓએ રૂપિયા પ કરોડ રૂપિયાની કરચોરી શોધી હતી. જે રેન્જ કદી સર્વે ન કરતી હતી તેવી રેન્જ-૭ પણ આ વખતે સર્વે કર્યો હતો.