તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોડી રાત્રે ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

મોડી રાત્રે ફાંસો ખાઇ યુવાનનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ભેસ્તાન આવાસમાં રહેતા યુવાને ગુરૂવારે મોડી રાત્રે પંખાના હુક સાથે ફાંસો ખાધો હતો.જેને સારવાર મળે તે પહેલા જ તેનું નોત નીપજ્યું હતું. ભેસ્તાન આવાસમાં રહેતો સૈયદ સાકીર મકબુલ હુસૈન((૨૮))રાત્રે પોતાના ઘરમાં હતો.ત્યારે કોઇ કારણોથી કંટાળી ગુરૂવારે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ઘરમાં અંદરના રૂમમાં જઇ પંખાના હુક સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોને ખ્યાલ આવતા તેને હોસ્પિટલમાં લઇ આવ્યા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે
અકસ્માત મોતની નોંધ કરી તેની મોત પાછળના કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.