• Gujarati News
  • ઝેરવાવરાનો યુવાન નહેરમાં પડી ડૂબી ગયો

ઝેરવાવરાનો યુવાન નહેરમાં પડી ડૂબી ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાન નહેરમાં પડી ડૂબી ગયો
મહુવા મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે રહી સસ્તા અનાજની દુકાન ચલાવનાર પરવાનેદાર ગુરુવારના રોજ સાંજે નહેરની પુલની પાળી ઉપર બેઠા હતાં તે દરમિયાન અચાનક નહેરમાં પડી ડૂબી ગયો હતો. પરિવારજનો દ્વારા સ્થાનિક તરવૈયાની મદદ લઈ ડૂબનાર યુવાનની શોધખોળ આદરી હતી પરંતુ બપોર સુધી ડૂબનારની કોઈ ભાળ મળી ન હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રા વિગત મુજબ મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે બસ સ્ટોપ પાસે રહી સસ્તા અનાજની દુકાન ચલાવનાર પરવાનેદાર સતીષભાઈ ભગુભાઈ રાઠોડનું બે વર્ષ પહેલા મગજનું ઓપરેશન કરાવ્યું હતું. જેથી દરરોજ સાંજે ચાલવા માટે નીકળતાં હતાં. રોજના નિત્યક્રમ મુજબ ગત ૧૩/૩/૨૦૧૪ને ગુરુવારના રોજ પણ ચાલવા નીકળ્યા હતાં. અને સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં કાકરાપાર ડાબા કાંઠાની જોઈન્ટ કેનાલની પુલની પાળી ઉપર બેઠા હતાં. તે દરમિયાન અચાનક નહેરમાં પડી ડૂબી ગયો હતો. પરિવારજનોને થતાં રાત્રે શોધખોળ આદરી હતી. પરંતુ ભાળ મળી ન હતી. શુક્રવારે પણ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ભાળ મળી ન હતી.