• Gujarati News
  • નવસારીમાં ભેજનું પ્રમાણ વધતા બફારો

નવસારીમાં ભેજનું પ્રમાણ વધતા બફારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારીમાં રવિવારે બપોરના સમયે ભેજનું પ્રમાણ ૬૪ ટકા જેટલું થઈ જતા ઓછા તાપમાને લોકોએ ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યો હતો.
નવસારીમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી તાપમાનમાં ઘટાડો થયો છે. ગઈકાલે શનિવારે બપોરે તાપમાન ૩પ ડિગ્ર નોંધાયા બાદ આજે રવિવારે પણ બપોરે પારો ૩૪ ડિગ્રીએ જ સ્થિર થઈ ગયો હતો. આમ તો તાપમાનમાં ઘટાડો થતા વાસ્તવિક ગરમીમાં તો ઘટાડો થયો જ છે પરંતુ ભેજનું પ્રમાણ વધુ રહેતા બફારાને લઈ હજુ ય ગરમી વધુ પડી રહ્યાનું લોકોને લાગી રહ્યું છે.
ગઈકાલે શનિવારે બપોરે હવામાં ભેજનું પ્રમાણ પ૬ ટકા નોંધાયું હતું. તેમાં આજે રવિવારે ૮ ટકાનો વધારો થયો હતો. રવિવારે બપોરે ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને વહેલી સવારે ૮૮ ટકા નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ બપોરે પણ ૬૪ ટકા જેટલું વધુ રહેતા લોકો ઓછા તાપમાને પણ પરસેવે રેબઝેબ થયા હતા અને ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યો હતો. તાપમાન ઓછું હોવા છતાં વધારે ગરમી હોવાનું લાગતું હતું.
બીજી તરફ પવન ફૂંકાતો રહેતા સાધારણ રાહત પણ થઈ હતી. રવિવારે પવન સવારથી બપોર સુધીમાં સરેરાશ ૮.૧ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દક્ષિણ-પ‌શ્ચિ‌મ દિશાએ રહ્યો હતો. સવારના સમયે થોડો સમય વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતું. હવે જૂન મહિ‌નો નજીક આવતા વરસાદની ચર્ચા પણ જોર પકડી
રહી છે.