• Gujarati News
  • નવસારી જિલ્લામાં ૧૦ ટકા કૃષિ વિકાસદર નોંધાયો

નવસારી જિલ્લામાં ૧૦ ટકા કૃષિ વિકાસદર નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારી જિ‌લ્લામાં યોજાનાર ૧૦માં કષિ મહોત્સવના જિલ્લાના આઠ કષિરથોને મરોલી સુગર ફેકટરી ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ મંગુભાઈ પટેલ, દંડક આર.સી.પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કર્યા હતા. તેમની સાથે જિ.પ.ના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ મંગુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્ય કષિક્ષેત્રે ખુબ જ આગળ વધી રહયુ છે રાજ્યના ખેડુતો કષિ મહોત્સવ થકી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવતા થયા છે. કષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો આજે ગામડે ગામડે જઈ જમીનનું પૃથ્થકરણ કરી પાકની અનુરૂપ માગદર્શન આપી હ્યા રહયા છે. રાજ્યમાં ગત વર્ષ પાક ઉત્પાદનમાં થયેલો વધારો કષિ મહોત્સવની દેન છે. નવસારી જિલ્લામાં આઠ કષિરથ ૧૧૨ જેવા ગામડાઓમાં કષિ‌, બાગાયત, પશુપાલન અને મત્સ્યોગ અંગેનું કષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિક માર્ગદર્શન આપશે. ગ્રામ્યવિસ્તારના ખેડુતો, લાભાર્થીઓ વધુમાં વધુ યોજનાનો લાભ મેળવે એવી ઉમદા આશય રહયો છે. જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી કે.વી.પેટલે જણાવ્યુ હતુ કે રાજ્યમાં છેલ્લા નવ વર્ષ દરમ્યાન યોજાયેલ કષિ મહોત્સવના કારણે અને ઉત્પાદન ૧૦ ટકા થી વધુ વિકાસ દર હાંસલ કર્યો‍ હતો.
નવસારી જીલ્લામાં ૧૧૨ જેટલા ગામડાઓને કષિ મહોત્સવમાં આવરી લેવાય છે. પાંચ લાખ હેક્ટર વધુ વિસ્તારમાં ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ હેઠળ આવરી લેવાયા છે. આખું વર્ષ રાજ્ય સરકાર દ્વારા ઘરતીપુત્રને ઘરબેઠા ખેતી વિષયક માર્ગદર્શન મળેતે માટે કિશાન આઈ પો‌ર્ટલ દ્રારા વધુમાં વધુ ખેડુતો તમામ યોજનાની લાભ મળે તે માટે ખેડુતો પોતાના નામ રજીસ્ટર કરી આ યોજનાને લાભ લેવા અનુરોધ કર્યો‍ હતો. પ્રારંભમાં મરોલી સુગર ફેક્ટરીના ચેરમેન પ્રવિણસિંહ ઠાકોરે કષિ મહોત્સવમાં આમંત્રિત મહોનુંભાવોને સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીતો રજુ કર્યા હતા.
આ પ્રંસગે નવસારી તા.પં.ના પ્રમુખ હસુમતિબેન પટેલ, મરોલી સુગરના વાયસ ચેરમેન રોહિ‌તભાઈ, જિ.પ.ની વિવિધ સમિતિના અધ્યક્ષ સભ્ય તા.પં.સભ્ય કષિયુનિ.ના વૈજ્ઞાનિકો અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.