• Gujarati News
  • ટાંકલમાં સાડીના વિતરણમાં ભાજપ કાર્યકર સામે ફરિયાદ

ટાંકલમાં સાડીના વિતરણમાં ભાજપ કાર્યકર સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: ટાંકલ ગામે રહેતા ભાજપના કાર્યકર જીતુભાઈ પટેલ દ્વારા આંગણવાડીની બહેનોને સાડી વિતરણ કરાઈ હોવા અંગેની માજી ધારાસભ્ય ભારતીબેન પટેલને જાણ થતા તેમણે આ બાબતે ચૂંટણી અધિકારીને જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીની ટીમ તપાસ માટે ત્યાં પહોંચી જતા તેમને કંઈ ખાસ મળી આવ્યું ન હતું. ત્યારબાદ ટાંકલ સ્ટેન્ડ આગળ ઉતરેલી બે બહેનોની તપાસ કરતા બંને મહિ‌લા પાસેથી સાડી મળી હતી. હંસાબેન પટેલ તથા સુમિત્રાબેન પટેલ આંગણવાડીમાં ફરજ બજાવતી હોવાનું બહાર આવતા ચૂંટણી અધિકારી દ્વારા બંનેની પૂછપરછ થતા તેમને આ સાડી ટાંકલના જીતુભાઈ પટેલ દ્વારા અપાઈ હોવાનું જણાવતાં ચીખલીમાં પોલીસ ફરિયાદ થઈ છે.