• Gujarati News
  • કબીલપોરમાં હુમલો કરી ૧ લાખની લૂંટ કરાયાની ફરિયાદ

કબીલપોરમાં હુમલો કરી ૧ લાખની લૂંટ કરાયાની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
કબીલપોરની આનંદવાટીકા સોસાયટીમાં રહેતા અજય અશોકભાઈ નાઈકે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ મિત્રો સાથે કાર નં.જીજે-૨૧-એઅચ-પ૬૩૨માં બેસીને જમવા માટે નીકળ્યા હતા. જમીને પરત ફરતી વખતે કબીલપોર મુખ્ય માર્ગ ઉપર બે કારમાં આવેલા શખ્સોએ કાર આગળ ઉભી રાખી દીધી અને તેમની કારને અટકાવી દીધી હતી.
આગળની કારમાં ઉતરેલા રાણા ભરવાડ, રૂપેશ ભરવાડ, જગો ભરવાડ, વાઘો ભરવાડ, ધૂવો ભરવાડ, ધનો ભરવાડ, જિગો ભરવાડ વગેરે જૂના ઝઘડાની અદાવત રાખી પાઈપ તથા હોકીના ફટકા મારી કારમાં નુકશાન કર્યું હતું. અચાનક જ રાત્રે ૧૧.૦૦ કલાકની આસપાસ બનેલી આ ઘટનાથી અજય નાઈક સહિ‌ત તેના મિત્રો ગભરાય ગયા હતા. મહિ‌ન્દર તાવડે, અલ્પેશ કાષટી, રામનારાયન ઉર્ફે રાજા શિવકુમાર અરોરા તથા જમીનદલાલ પા‌ર્ટનર જિજ્ઞેશ પૈકી અલ્પેશ ભાગવા જતા તેને હુમલાખોરોએ માર માર્યો હતો. કારનો કાચ તોડી નાંખી ભારે નુકશાન કર્યા પછી પણ જમીન દલાલીના કારમાં મૂકેલા રૂ.૧ લાખ લઈ હુમલાખોરો ભાગી છૂટયા હતા. કાર અટકાવી હુમલા અંગેની ઘટનાની અજય નાઈકે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.