• Gujarati News
  • નવસારીના હાઈરાઈઝોમાં ફાયર સેફટી નહિ‌વત

નવસારીના હાઈરાઈઝોમાં ફાયર સેફટી નહિ‌વત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારી શહેરમાં ઢગલાબંધ હાઈરાઈઝ બિલ્ડિંગો ઉભા થયા છે ત્યારે આ હાઈરાઈઝોમાંથી ઘણાંમાં ફાયર સેફટીની કોઈ જ સુવિધા નથી. વધુમાં સ્થાનિક ફાયર બ્રિગેડને પણ ચાર માળથી ઉપરના માળે પહોંચી વ્યવસ્થિત આગ બુઝાવવામાં સમસ્યા નડે એમ છે.
નવસારી શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટીસંખ્યામાં નવા બાંધકામો નિર્માણ પામ્યા છે. આ બાંધકામોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો ((એપા‌ર્ટમેન્ટો)) પણ છે. માત્ર સાત માળનાં જ બિલ્ડિંગો નહીં ૯થી ૧૦ માળના હાઈરાઈઝો પણ તાજેતરના સમયમાં નિર્માણ પામ્યા છે. આ હાઈરાઈઝ બિલ્ડિંગો લાગે તો નયનરમ્ય છે. પરંતુ તેમાંના ઘણાં હાઈરાઈઝમાં ફાયર સેફટીની નહિ‌વત સુવિધા હોવાની જાણકારી મળી છે.
પાલિકા સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ નિર્માણ થનાર હાઈરાઈઝ બિલ્ડિંગોને પરવાનગી આપતી વેળા ફાયર સેફ્ટીની સુવિધા રાખવાનું જણાવાય છે. આવા હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટીનું પો‌ર્ટેબલ સાધન રાખવાનું હોય છે. આ નાનું સરખું ફાયર સેફ્ટીનું સાધન પણ અનેક બિલ્ડિંગમાં ન હોવાની જાણકારી મળી છે. જો આગનું સાધારણ છમકલું થાય તો પણ રહીશો મુશ્કેલીમાં મૂકાય એમ છે.