• Gujarati News
  • નવસારીમાં બપોરે ભેજ વધતા બફારાનો અનુભવ

નવસારીમાં બપોરે ભેજ વધતા બફારાનો અનુભવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારીમાં રવિવારે તાપમાનમાં તો ૩.૨ ડિગ્રીનો ઘટાડો થયો હતો, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ શનિવાર કરતા બમણું થઈ જતાં બફારાનું પ્રમાણ વધી ગયું હતું.
નવસારી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થયો છે. બે દિવસ તો પારો ૪૦ ડિગ્રીને પણ વટાવી ગયો હતો. ગઈકાલે શનિવારે બપોરના સમયે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઘટાડો થયો હતો. રવિવારે બપોરના સમયે તાપમાન ઘટીને ૩પ.૮ ડિગ્રી થઈ ગયું હતું. તાપમાનમાં ઘટાડો થતાં ગરમી પણ સાધારણ ઘટી હતી. જ્યાં તાપમાનમાં ઘટાડો થયો ત્યાં બીજી તરફ બપોરના સમયે ભેજના પ્રમાણમાં ભારે વધારો થયો હતો. શનિવારે બપોરે નોંધાયેલ હવાના ભેજના પ્રમાણ ૨૮ ટકાની સરખામણીમાં આજે રવિવારે બપોરે ભેજનું પ્રમાણ પ૭ ટકા થઈ ગયું હતું. ભેજના પ્રમાણમાં બમણો વધારો થયો હતો. તેની સાથે બફારાનું પ્રમાણ વધ્યું હતું અને લોકોમાં અકળામણ વધી હતી. રવિવારે સવારે લઘુત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી હતું. સવારે ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહ્યું હતું. પવન સવારથી બપોર સુધીમાં સરેરાશ પ.૮ કિલોમીર ઝડપે દક્ષિણ-પ‌શ્ચિ‌મ દિશાએ ફૂંકાયો હતો.