• Gujarati News
  • અમલસાડના બજારમાં કેસર કેરી, મણના ૧૨૦૦થી વધુના ભાવ

અમલસાડના બજારમાં કેસર કેરી, મણના ૧૨૦૦થી વધુના ભાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમલસાડ
ફળોના રાજા કેરીનું હવે બજારમાં ધીરેધીરે આગમન થવા માંડયું છે. વર્ષમાં એકવાર ખાવા મળતી વહેલી આંબામોરના ફલીકરણની યોગ્ય માવન થતા બજારમાં હવે કેસર કેરીનું આગમન થતું જોવા મળે છે.
ચાલુ વર્ષ દરમિયાન બદલાતા વાતાવરણ થકી ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકશાન થવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવામાન બદલાતા ધરતીપુત્રોએ પોતાના ફળાદિપાકોને બચાવવા યોગ્ય માવજત કરી સાથે અનુકૂળ વાતાવરણને અનુરૂપ યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરતા બધા ખેડૂતોને નહીં પણ ઘણાં ખેડૂતોની સફળતા મળી સાંભળવા મળી રહી છે.
ત્યારે જલાલપોર તાલુકાના મોટીકરોડ ગામના પ્રગતિશીલ ખેડૂત અને માજી સરપંચ નવીનભાઈ જે. પટેલની યોગ્ય માવજતને કારણે કેરીના પાકમાં સારી સફળતા મળેલી જોવા મળે છે પ્રથમ આંબા મોરની ફૂટને યોગ્ય માવજત થકી કેસર કરીને પાક બજારમાં વેચાણ અર્થે આગમન થઈ ચૂક્યું છે.
વધુમાં મોટાભાગે ખેડૂતો અન્ય રાજ્યમાંથી વેપાર ધંધો કરવા આવેલા યુ.પી.વાસીઓને કેરીનો પાક ઈજારા ઉપર આપી દે છે. હાલમાં બજારમાં કેસર કેરીના ૮૦૦થી ૧૨૦૦ સુધીના ભાવો ૨૦ કિલોના મળતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે કેરીનો પાક ખાસ કરીને બજારમાં મબલખ પ્રમાણમાં ૧૦ મે પછી જ ઠલવાશે, એવું સાંભળવા મળી રહ્યું છે. ખેડૂતોને પણ આ વર્ષે કેરીના ભાવો સારા મળશે એવી આશા છે.