• Gujarati News
  • જૈન દેરાસરમાં ચોરીનો પ્રયાસ

જૈન દેરાસરમાં ચોરીનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી નવસારીના શાંતાદેવી રોડ ઉપર આવેલ જૈન દેરાસરમાં રાત્રે પ્રવેશીને દાનપેટીમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરનારને ટાઉન પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે નવસારી શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. નવસારીમાં શાંતાદેવી રોડ ઉપર જૈન દેરાસરમાં મોડી રાત્રે અવાજ આવતા સ્થાનિક રહીશો જાગી ગયા હતા. એ દરમિયાન ત્રણ જેટલા શખ્સ દેરાસરની દાનપેટી પાસે નજરે પડતા સ્થાનિક લોકોએ તેમને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણેય જણાં ભાગી છૂટયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતા ટાઉન પોલીસ, એલસીબીની ટીમે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વિસ્તારમાં તપાસ શરૂ કરીહતી. સ્થાનિક લોકોએ આપેલ વર્ણનને આધારે તપાસ કરતા ટાઉન પોલીસને રેલવે સ્ટેશન યા‌ર્ડ‌માં હોટલના પાછળના ભાગે ત્રણેય જોવા મળતા પોલીસે તેમને શંકાને
આધારે ઝડપી લીધા હતા. તેમની પાસેથી દાનપેટીમાંથી પૈસા કાઢવા વપરાતુ લોહચૂંબક મળી આવતા ત્રણેયની અટક કરી હતી. જે પૈકી ત્રણમાંથી બે સગીર હોવાથી ટાઉન પોલીસે વિજલપોરના રાહુલ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.