• Gujarati News
  • મિશ્રશાળાના નિવૃત્ત શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

મિશ્રશાળાના નિવૃત્ત શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: શિક્ષણ માનવ સર્જનની દિવ્ય પ્રક્રિયા છે. માનવજાતના કલ્યાણ માટે વિશ્વનું સર્જન કરનાર શિક્ષકનું સ્થાન સૌથી વધુ ઉચું અને સન્માનિય હોય અતિથિ વિશેષ બપીનભાઈ પટેલ, ઈ.નિરીક્ષક શિશિરભાઈ દાદાવાલા તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ન.પ્રા.મિ.શા.નં.૨ ના શાળા પરિવારે વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા શિક્ષિકા નીરૂબેન એન. પરમારને સન્માન સહ વિદાય અર્પણ કરી નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવી હતી. સન્માનને ભરેલા મસ્તકે સ્વીકારી શાળા પ્રત્યે પોતાનું ઋણ અદા કરતા રૂ.૧૦૦૧નું દાન અર્પણ કરનાર શિક્ષક પરિવાર પ્રત્યે શાળા પરિવારે આભારની લાગણી વ્યકત કરી હતી. સાથે જ શિક્ષણના વિકાસમાં યશભાગી શિક્ષણ સેવા પરાયણ દાતા કે જેમણે પાણી માટે આર.ઓ. પ્લાન્ટની સહાય તથા કમ્પ્યુટરની ભેટ અર્પણ કરી હતી.