• Gujarati News
  • જીવનમાં બીજાના દુ:ખો જોઈને આંસુ વહાવે તે સાચો માણસ

જીવનમાં બીજાના દુ:ખો જોઈને આંસુ વહાવે તે સાચો માણસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
જે વ્યક્તિનું હૃદય નિષ્ઠુર હોય અને માથુ અતિશય ગરમ રહેતું હોય તે ધર્મ કરવા માટે અપાત્ર છે. કવિએ મસ્ત વાત કહી છે જેનું હૃદય વૃક્ષ છે તેમને જ ફક્ત ફુલો આવે છે. જેમનું હૃદય થોરનું તેમને તો માત્ર કાંટાઓ જ આવે છે. તપોવન-નવસારીમાં સમર વેકેશનમાં બાળકોએ ધારાગિરિની આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં માનવપ્રેમ કર્યો હતો. ૩પ૦થી વધુ પેકેટો બુંદી અને ફરસાણના તૈયાર કરીને જય મહાવીરના જયઘોષ સાથે અર્પણ કર્યા હતા.
પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે પોતાના દુ:ખ માટે તો કોણ આંસુ વહાવતું નથી એ આશ્ચર્ય છે ? પરંતુ બીજાના દુ:ખો જોઈને આંસુ વહાવે તે જ સાચો માણસ છે. સ્વાર્થની પુષ્ટિ કરવા આજ સુધી ઘણું જીવ્યા, હવે પરાર્થ માટે જીવવાનું શરૂ કરવું જોઈએ. જાતને દુ:ખમાંથી સુખમાં લઈ જવાનો પ્રયત્ન તો આ જગતમાં કોણ નથી કરતું એ પ્રશ્ન છે. આ પ્રકારનો પ્રયત્ન પશુ-પક્ષીઓને પણ સુલભ છે. જ્યારે ખરુ પરાક્રમ તો જગતના દુ:ખી-અસહાય જીવોને દુ:ખોમાંથી સુખમાં લઈ જવાનુ કામ ખુબ જ પ્રશંસનીય થાય છે. ભુખ્યાને ભોજન તરસ્યાને પાણી તો દરેકની જીવન જરૂરિયાત છે. ભારત આઝાદ થયાને ૬પ વરસ પછી ૭૦ ટકા પ્રજા ભય, ભુખમરા અને ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે.
છેલ્લા ૬પ વરસથી આપણે જેને આપણી સરકાર તરીકે ઓળખીએ છીએ કે તે રીતે ઓળખવામાં આવે છે તે વાયા બ્રિટીશ સામ્રાજ્ય વેટિકનના સામ્રાજ્યનો જ એક પ્રાંત માત્ર છે માટે જ બ્રિટનને બ્રિટીશ એમ્પાયર તરીકે ઓળખાવતું અને ભારતને સ્ટેઈટ તરીકે ઓળખાવાય છે. મેકોલે યુનિવર્સિ‌ટીઓમાં તૈયાર કરાયેલા દેશી ગોરાઓ, તેઓના પીઠ્ઠ બનીને વિદેશી ગોરાઓના હિ‌તમાં કામ કરે છે. આથી ભારતીય પ્રજાએ સમજી લેવા જેવું છે કે બ્રિટીશ ચૂંટણી પદ્ધતિથી ચૂંટાઈ અવેબ્લા માણસો કોઈપણ પક્ષના હોય.
તે બ્રિટીશ સત્તાને વફાદાર રહેશે. બ્રિટીશ હિ‌તોનો વિકાસ કરશે તેમની પાસે પ્રજાએ પોતાના હિ‌તની આશા શી રીતે રાખી શકાય ? સરકારી નીતિ ઉદ્યોગપતિ, શ્રીમંતો, બિલ્ડર લોબી માટે ખુબ અનુકૂળ છે. ઈલેકટ્રોનિક સાધનો સેલફોન સસ્તા થઈ રહ્યા છે અને જીવનજરૂરિયાત અનાજ, કઠોળ, શાકભાજી, પેટ્રોલ, ગેસના ભાવો ભડકે બળે છે. ગરીબો-ભીખારી બની સ્મશાન તરફ ઢસેડાઈ રહ્યા છે. ખેડૂત દેવાદાર બની આપઘાત કરી રહ્યો છે. શિબિરાર્થી બાળકોને કહ્યું કે ફેશન-વ્યસનમાં તમો ફસાતા નહીં, તમારી પાસે પૈસો આવેત્યારે સાધાર્મિ‌ક ભક્તિ, ગરીબો, છાશ કેન્દ્રમાં લખલૂટ પૈસા ખરચશો.