• Gujarati News
  • ગંગપુરમાં અખાત્રીજે કુંકણા સમાજના સમૂહલગ્ન

ગંગપુરમાં અખાત્રીજે કુંકણા સમાજના સમૂહલગ્ન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
સમસ્ત કુંકણા સમાજ વાંસદા દ્વારા આગામી શુક્રવારે ગંગપુર ગામે સમૂહલગ્નોત્સવ અને સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત કુંકણા સમાજ વાંસદાએ આવનાર શુક્રવારે અખાત્રીજના દિવસે ગંગપુર ગામે મીરૂગઠીનો માળ, ઉપલા ફળિયામાં સાત ફેરા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું છે. આ સમૂહલગ્નમાં કુંકણા સમાજના ૧૦૯ જોડા લગ્ન કરશે. ગુરૂવારે ૭.૧પ કલાકે મંડપમુહૂર્‍ત, ૧૦.૪પ કલાકે પીઠી મુહૂર્‍ત, શુક્રવારે સવારે ૮.૪પ કલાકે ગ્રહ શાંતક, ૧૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ, ૧૨ કલાકે સમૂહલ વરઘોડો નીકળશે. ૧૨.૪પ કલાકે સમૂહભોજન અને હસ્ત મેળાપ ૧.૧પ કલાકે રાખવામાં આવ્યો છે. આ સમૂહલગ્નમાં તાલુકામાંથી કુંકણા સમાજનાં ૧પ હજારથી વધુ લોકો આવશે. સમૂહલગ્નમાં રક્તદાન કેમ્પ યોજી કુંકણા સમાજમાં રક્તદાન અંગે પણ જાગૃતિ આવશે.