• Gujarati News
  • કુરેલીયામાં ફરી દીપડો દેખાયો

કુરેલીયામાં ફરી દીપડો દેખાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
વાંસદા તાલુકાના પુર્વ રેંજની બીટમાં આવેલ કુરેલીયા ગામના તાડ ફળિયામાં ગુરૂવારે દીપડાએ દિવસે ત્રણવાર હુમલો ક્ર્યો હતો. દીપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જેને લઇ ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ છેલ્લા બે દિવસથી કુરેલીયામાં ધામા નાંખી દીપડાને પકડવાના પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ ગુરૂવારે મોડી રાત્રે પછી દીપડો સ્થળ બદલી લેતા લોકોના નજરે પડયો ન હતો. જયારે જંગલ વિભાગના કર્મચારીઓ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવી પ્રયાસ કરી તે વિસ્તારના લોકોનો ભય દુર કરવા માટે ખડેપગે ઉભા છે પરંતુ એ વિસ્તારમાં જંગલ ઝાડી વધુ હોવાથી દીપડો કઇ દિશામાં હોઇ શકે તે અંદાજ લગાવી શકાય એમ નથી. આ અંગે આર.એફ.ઓ. ડી.એલ.ભગતને પુછતા તેમણે જણાવ્યુ હતું કે રાત્રેથી દીપડો આ વિસ્તારમાં નજરેપડયો ન હતો પરંતુ ત્યાં પાંજરૂ ગોઠવી સતત વોચ રાખી દીપડાને પકડવાના પ્રયાસ ચાલુ છે.