• Gujarati News
  • વાંસદામાં મતદાર જાગૃતિ અંગે સાઈકલ રેલી

વાંસદામાં મતદાર જાગૃતિ અંગે સાઈકલ રેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા ૩૦મી એપ્રિલના રોજ થનારા લોકસભા-૨૦૧૪ના મતદાનના પગલે વધુને વધુ મતદાન થાય તે માટે શુક્રવારના રોજ સવારે ૯ વાગે વાંસદાના જુના ડેપો ખાતે મામલતદાર યાસ્મીન શેખ, અયોજન સહ તાલુકા વિકાસ અધિકારી સી.એમ.ગામીતની આગેવાની હેઠળ સાઈકલ રેલીનું અયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં વાંસદા પ્રતાપ હાઇસ્કુલના આચાર્ય અને વિદ્યાર્થી, યુવાનો, શિક્ષકો અને હોમગા‌ર્ડ‌ના જવાનો સાઈકલ ઉપર બેનર લગાવી વાંસદા જુના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી થઇ હનુમાનબારી જઇ પૂર્ણ થઇ હતીઅને ત્યાં ઉપસ્થિત લોકોને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા.