• Gujarati News
  • વડપાડા નજીક અકસ્માતમાં ૪ને ઈજા

વડપાડા નજીક અકસ્માતમાં ૪ને ઈજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખેરગામ
ખેરગામ તાલુકાના વડપાડા ગામે છોટા હાથી અને પીકઅપ વચ્ચે થયેલા અકસ્માતમાં પીકઅપમાં બેઠેલા ચાર ઈસમોને શરીરે ઈજા થતા ચારેયને વલસાડ ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે છોટા હાથીના ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ રૂમલા ગામના બરડીપાડા ખાતે રહેતા સાહિ‌લ કાંતિલાલ રાવત ધરમપુર તાલુકામાં તીસ્કરી ગામે કોઈક કામ અર્થે ગયા હતા ત્યાંથી પરત રૂમલા આવતી વેળા વડપાડા ચાર રસ્તા નજીક સામેથી આવતા છોટા હાથીના ચાલકે ગાડી હંકારી આવતા સાહિ‌લની ટાટા-૪૦૭ પીકઅપ ((નં. જીજે-૧પ-એક્સએકસ-૩૬૮૦))ને અડફેટમાં લેતા ટક્કર મારતા ટાટા પીકઅપ પલટી મારી ગઈ હતી. જેની અંદર બેઠેલા ચાર મહિ‌લાઓને શરીર ઉપર ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે વલસાડ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઈજા પામનાર ચાર મહિ‌લાઓમાં મધુબેન ધીરુભાઈ ગાવિત, ગીતાબેન છોટુભાઈ, જનતા અરવિંદભાઈ તથા રમીલા ચંપકભાઈ ગાંવિત ((તમામ રહે. રૂમલા, બરડીપાડા))નો સમાવેશ થાય છે. પીકઅપના ચાલક સાહિ‌લ કાંતિલાલ રાવતે શુક્રવારે ખેરગામ પોલીસ મથકમાં છોટા હાથીના ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા જમાદાર નટવર રાજપૂતે આગળની તપાસ હાથ ધરી છે.