• Gujarati News
  • ખેરગામમાં મતદાર જાગૃતિ અંગે સાઈકલ રેલી યોજાઈ

ખેરગામમાં મતદાર જાગૃતિ અંગે સાઈકલ રેલી યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ : ૩૦મી એપ્રિલના રોજ થનારા લોકસભા ૨૦૧૪ના મતદાનના પગલે વધુને વધુ મતદાન થાય તે માટે ગુરૂવારે ખેરગામ ખાતે મામલતદાર ડી.એસ. નિનામાની આગેવાની હેઠળ સાઈકલ રેલીનું આયોજન ખેરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યું હતું. ખેરગામ જનતા માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં બેનરો લઈ અચૂક મતદાન કરાવવા મામલતદાર કચેરીથી નીકળી નવા રોડ ચાર રસ્તા, ધરમપુર રોડ, નાંધઈ ખાતે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર ડી.એસ. નિનામા તથા ટીડીઓ ગઢવીએ રેલીમાં ઉપસ્થિત તમામ મતદાર ભાઈ-બહેનો તથા અન્યો પાસે દરેક નાગરિકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સાથે તમામને મતદાન કરવા પણ આહ્વાન કરવામાં આવ્યું હતું