• Gujarati News
  • મારબલ નીચે દબાઇને મૃત્યુ પામનારની વિધવાને વળતર ચૂકવો

મારબલ નીચે દબાઇને મૃત્યુ પામનારની વિધવાને વળતર ચૂકવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
ઉભેલી ટ્રકમાંથી મારબલ ઉતારતી વખતે મજૂરનું મારબલ ધસી પડતા દબાઈ જવાથી મોત થવાના પ્રકરણમાં મજૂરના પરિવારને રૂ. ૩,૯૩,પ૦૦ ખર્ચ તથા વ્યાજસહિ‌ત ચૂકવવાનો નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીને નવસારી ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કો‌ર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો.
બનાવની ટૂંક વિગત એવી છે કે કબીલપોરમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સાંઈ માર્બલ ખાતે એક ટ્રક ((નં. આરજે-૨૭-જીબી-પપ૭૪)) આવીને ઉભી હતી. સાંઈ માર્બલ ખાતે ટ્રકના ચાલકે ટ્રક ઉભી રાખ્યા બાદ રાજસ્થાનથી લાવવામાં આવેલા માર્બલ ((પથ્થર)) ઉતારવા માટે તેલાડાનો રહીશ દિનેશભાઈ નગીનભાઈ હળપતિ મજૂરીએ આવ્યો હતો. તે ટ્રકમાં ચઢીને માર્બલ ઉતારી રહ્યો હતો ત્યારે અચાનક જ ટ્રકમાં ભરેલા માર્બલ ખરી પડયા હતા. આ માર્બલ ખસીને માર્બલ ઉતારી રહેલા દિનેશ હળપતિ ઉપર પડયા હતા. તે માર્બલથી દબાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટનામાં મજૂર તરીકે આવેલા દિનેશ હળપતિનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. મૃતકની વિધવા મંજૂબેન ઉર્ફે મંજુલાબેન હળપતિએ તેમના વકીલ પ્રકાશ ડી. કંથારીયા મારફત ી કો‌ર્ટમાં રૂ. પ લાખ અકસ્માત વળતર મેળવવા અરજી દાખલ કરી હતી.
આ કેસ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કો‌ર્ટમાં ચાલી જતા વીમા કંપની તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે ઉભેલી ટ્રકમાંથી પથ્થર ઉતારતા દિનેશભાઈનું મૃત્યુ થયું હતું. જેથી વીમા કંપની વળતર ચૂકવવા જવાબદાર નથી પરંતુ એડવોકેટ પ્રકાશ કંથારીયાએ કો‌ર્ટ સમક્ષ ઉચ્ચ કો‌ર્ટના જજમેન્ટ ટાંચીને દલીલો કરતા કો‌ર્ટે નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીને મજૂરના પરિવારને રૂ. ૩,૯૩,પ૦૦ ખર્ચ તથા વ્યાજ સહિ‌ત ચૂકવવાનો હુકમ કર્યો હતો.