• Gujarati News
  • સતિ‌પતી પંથને મતદાન માટે મનાવવાનો પ્રયાસ

સતિ‌પતી પંથને મતદાન માટે મનાવવાનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આહવા
ડાંગ જિલ્લામાં સતિપતિ સંપ્રદાયના લોકોને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોડાવવા અને મતદાન માટે મનાવવાનો તંત્ર પ્રયાસ કર્યો છે.
ડાંગના ઉચ્ચ અધિકારીઓ પૈકી જિલ્લા કલેકટર જી. આર. ચૌધરી, બી.કે. ઠક્કર ((જિલ્લા વિકાસ અધિકારી)) અને જિલ્લા પોલીસવડા વિનય ચૌધરીએ અલગ અલગ સ્થળોએ દુલધા, ડોકપાતળ અને આંબાપાડા ((આહેરડી))ખાતે મુલાકાત લઈને સતિપતિ સંપ્રદાયના લોકસમૂહને મતદાન કરવા માટે અપીલ કરી હતી. લોકમુખેથી અને મળતી માહિ‌તી મુજબ આ સતિપતિ સંપ્રદાયના લોકો અમે તો દેશના મૂળ નિવાસી છીએ અમારા દસ્તાવેજમાં નાગરિક શબ્દ જ કેમ ? એવા અનેક પ્રશ્નોની ઝડી હાજર રહેલા અધિકારીઓ સામે વરસાવી હોવાનું જાણવા મળ્યું હતું. લોકોની ખાસિયત કઈ આ પ્રમાણે હોવાનું તથા આ વિશે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સતિપતિ એટલ પુરૂષ અને સ્ત્રીના નામથી સતિપતિ નામ બન્યું. તેઓ પ્રકૃતિમાં સૂર્યદેવ, અનાજ અને પાણીને માની તેમની પુજા કરે છે. તેમનો પહેરવેશ પુરૂષો માથે સફેદ ટોપી, ધોતિયુ અને પહેરણ વ્હાઈટ ટુ વ્હાઈટ સંપૂર્ણ હોય છે. તેઓ દૂધવાળી ચા પીતા નથી. તેમના વાહનો ઉપર લાઈક હેવન્સ અવર ગાઈડ એ સૂત્ર લખ્યું હોય છે. તેઓ રસ્તે મળતાને હાથ જોડી રામ રામ નથી કરતા પરંતુ બંને હાથ કાંડાથી વાળીને મુક્કી વાળીને સ્વ કરતા પિતૃ કી જય હો એટલે જેમણે આપણને જન્મ આપ્યો તેમની જય હો કહીને લોકોને મળે છે. તેમના ઘરોના દરવાજા ઉપર ભારત સરકાર એમ લખ્યુ હોય છે. તેઓ પોતાને જ સરકાર માને છે. તેઓ કદી કોઈપણ યોજના અને સરકારી લાભો લેતા નથી તેમની ખુદની અલગ જ દુનિયા હોય છે.
અંગ્રેજ સરકાર દેશને સત્તા સોંપતી ગઈ ત્યારે શાસકો આદિવાસીઓને કોઈપણ પ્રકારે પરેશાન ન કરે અને આદિવાસીઓનો વિકાસ થાય તે માટે સત્તા સોંપતી વખતે થયેલા ઠરાવો-દસ્તાવેજોની મૂળ નકલો ભારતમાંથી ૨૨ લોકોને જેઓ હોંશિયાર ભણેલા હોય તેઓને સોંપવામાં આવી હતી. આ દસ્તાવેજોની ઝેરોક્સ નકલો સત્સંગ સભામાં વહેંચવામાં આવે છે અને લોકોને તે મુજબ વર્તવાનું કહેવામાં આવે છે.
આમ ડાંગ જિલ્લો જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં ડાંગ-વલસાડ તરફના આદિવાસી લોકો આ સંપ્રદાય ધરાવે છે. લોકસભા ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડાંગનું સ્થાનિક તંત્ર એ પ્રસિદ્ધ કરેલ ૨૬-વલસાડ લોકસભા બેઠકમાં મતદાન ઓળખકા‌ર્ડ‌ ધરાવતા કુલ મતદાર ૧,પ૨,૬૬૯ એટલે કે ૯૯.૮૯ ટકા દર્શાવેલા છે. માત્ર ૧૬૬ અર્થાત ૦.૧૧ ટકા જ મતદાન ઓળખકા‌ર્ડ‌ વગરના મતદારો દર્શાવ્યા છે. આ ઓળખકા‌ર્ડ‌ વગરના મતદારોનો આંકડા સતિપતિ સંપ્રદાયના લોકોનો હોઈ શકે એવું માની શકાય.
અતિ ચોંકાવનારી વિગત એ છે કે આ સંપ્રદાયમાં માનતા લોકસમુદાયે પોતાના અન્ન અધિકારનો ત્યાગ કરી રેશનકા‌ર્ડ‌ પણ મામલતદાર પાસે જમા કરી દીધા છે. આ રેશનકા‌ર્ડ‌ જમા કરવાનું કારણ પણ સંપ્રદાયના મુખ્ય વડાને પૂછતાં જણાવ્યું કે જેઓ બહાર દેશમાંથી અહીં ધંધા-રોજગાર અર્થે આવ્યા છે. તેઓના માટે પોતાની ઓળખ દર્શાવવા રેશનકા‌ર્ડ‌ કે મતદાન ઓળખપત્રની જરૂર છે. અમે તો ભારત દેશના મૂળ નિવાસી છીએ માટે અમારા રેશનકા‌ર્ડ‌માં કે અધારકા‌ર્ડ‌માાં નાગરિક શબ્દ કેમ ? એવો પ્રત્યુત્તર મળે છે.