• Gujarati News
  • બીલીમોરામાં મશાલ સાઈકલ રેલી યોજાશે

બીલીમોરામાં મશાલ-સાઈકલ રેલી યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાશે. ભારતના ચુંટણી પંચની સુચના અનુસાર સ્વીપ કાર્યક્રમ અંતર્ગત લોકશાહી પર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવાના આશય સાથે બીલીમોરા ખાતે સાઈકલ રેલી અને મશાલ રેલી બાદ દેશભકિતગીત સાથે સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે.
બીલીમોરા સીઓના જણાવ્યા અનુસાર તા.૨૪/૪/૧૪ ના રોજ સવારે ૮.૪પ કલાકે મતદાર જાગૃતિ સાયકલ રેલી યોજાશે. આ રેલી કોલેજ ગેટ, ગૌરવપથ, કોન્વેન્ટ રોડ, પાલિકા, જનતાઘર, દેસરા રોડ, ઓરિયામોરા, સ્મૃતિકુંજ સોસાયટી, જવાહરરોડ, સોનીવાડ, વખારીયા બંદરરોડ, મહાત્માગાંધી રોડ, સ.વ.પટેલ રોડ થઇ મોરારજી દેસાઇની પ્રતિમા સુધી લોકશાહીમાં અવશ્ય મતદાન કરો ના નારા સાથે લોકોને મતદાન માટે પ્રેરિત કરશે. જયારે તા.૨૭/૪/૨૦૧૪ ના રોજ મશાલ રેલી યોજાશે. જે જુની નગરપાલિકા, જવાહર રોડ, સ્ટેશન રોડ, ગૌરવપથ થઇ કોલેજ સુધી જશે.