• Gujarati News
  • આહવા આંબાપાડાથી ૧૦ ૃચ્ ’ફૂટ લાંબો અજગર પકડાયો

આહવા આંબાપાડાથી ૧૦ ૃચ્/’ફૂટ લાંબો અજગર પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના આંબાપાડા વિસ્તારમાં આવેલ દરગાહ પાસે રાજુભાઈ રંગુભાઈ દેશમુખના ઘરે વહેલી સવારે ૧૦ ફુટ લાંબો અજગર મરઘાના શિકાર માટે આવી ચડયો હતો. આ અજગર છેલ્લા પંદરેક દિવસથી રાત્રિના સમયે ગમે ત્યારે આવી ચડે છે અને મરઘાનો શિકાર કરીને જતો રહે છે ત્યારે ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો. આજરોજ ફરી મરઘાનો શિકાર કરેલી હાલતમાં અજગરે દેખા દેતા ઝંકાર સેવા ટ્રસ્ટના પ્રમુખ ઝાકીર હુસેનને જાણ કરતા જ તેમની ટીમ દ્વારા આ અજગરને પકડીને જંગલમાં સુરક્ષિત છોડી મુકાયો હતો. નરેશ ગવળી,ગણેશ ભોયે અને હિ‌તેશ ભોયે એ અજગર પકડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.