આસ્થા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખારેલ
દિવાળીના તહેવારમાં હાઈવે ઉપર ટ્રાફિકની સંખ્યા ઓછી હોય છે પરંતુ શિરડી જવા વાળા પદયાત્રી ભક્તજનોથી હાઈવે ઉભરાઈ જાય છે. ઠેર ઠેર જુદા જુદા પદયાત્રી સંઘ દ્વારા દિવાળીમાં પદયાત્રાનું આયોજન થાય છે. જેમાં શિરડી સાંઈબાબામાં આસ્થા ધરાવતા ભક્તો પગપાળા શિરડી સુધી જઈને સાંઈબાબાની આસ્થા વધુ મજબૂત કરે છે.
પમી નવેમ્બરના રોજ સાંઈદર્શન મિત્રમંડળ વિજલપોર દ્વારા આયોજિત ૮૦ પદયાત્રીનો સંઘ સવારે ૬ કલાકે શિરડી જવા રવાના થયો હતો, જેમાં ૨૦ ભક્તો પદયાત્રીની સેવામાં જોડાયા હતા. આ સંઘ ૧૨મી નવેમ્બરના રોજ સવારે ૧૦.૩૦ કલાકે શિરડી પહોંચશે. જેમાં રાત્રિ રોકાણ રાનકુવા, રંભાસ, સાંઈતુલસીધામ માલેગામ, કનાસી, વણી, નિફાડ, ચાસનળી પેટ્રોલપંપ થઈ શિરડી પાલખી નિવાસ થઈ શિરડી જઈ સાંઈબાબાના દર્શન કરી ધન્યતા અનુભવશે. એજ રીતે મરોલીના સીમળગામથી ગણેશ મંડળ દ્વારા પણ લગભગ ૩૧ પદયાત્રીઓ અને ૬ ભક્તોની સેવા સાથે શિરડી જઈ શકે. આમ પદયાત્રીઓ સાંઈબાબાની શ્રદ્ધા થકી આ પદયાત્રા કોઈપણ જાતના વિઘ્ન વગર પૂરી કરે છે. આ પદયાત્રીમાં નવસારીના અતુલ પાટીલ ૯ વર્ષથી પદયાત્રીની સેવામાં જાય છે અને પદયાત્રીને કોઈ તકલીફ પડે તો તરત જ તેની સેવા કરે છે. જેઓ બાબા પ્રત્યેની શ્રદ્ધા થકી આ સેવામાં જોડાય છે. તેમણે જણાવ્યું હતું કે બાબાના પદયાત્રીની સેવામાં જોડાવાથી મારા ઘરની પરિસ્થિતિ પહેલા કરતા સારી છે એટલે મને સેવામાં જે આનંદ મળે છે એ બીજે ક્યાંય મળતો નથી.
પદયાત્રીની સેવામાં નવસારીના રાહુલ પાટીલ પણ છેલ્લા ૪ વર્ષથી જોડાય છે. તેઓ પણ બાબા ઉપર અપાર શ્રદ્ધાથી જોડાય પદયાત્રીની સેવા કરી બાબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.