• Gujarati News
  • બીલીમોરામાં ભંગાર ચોરનાર આરોપી ઝડપાયો

બીલીમોરામાં ભંગાર ચોરનાર આરોપી ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા : બીલીમોરા આંતલીયા જીઆઈડીસીમાં બે વર્ષ પહેલા તાંબા-પિત્તળના ૩૦૨ કિલો ભંગારની ચોરી થઈ હતી. જે અંગે ગુ.ર.નં. ૧૪/૨૦૧૨ મુજબ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને મૂળ યુપીનો અને આંતલીયા ગુજરાત ટાયર પાછળ રહેતો દિપક અમરદેવ મિશ્રા ((ઉ.વ. ૨૦))ને વોન્ટેડ જાહેર કર્યો હતો. નવસારી એસઓજી પીઆઈ એમ.પી. ગોહિ‌લને માહિ‌તી મળી હતી કે ગઈકાલે મોડી રાત્રે દિપક મિશ્રા આવી રહ્યો છે. તે આવતા જ પોલીસે તેને ઝડપી પાડી જેલભેગો કરી દીધો છે.