• Gujarati News
  • પગ ચાલે એને પદયાત્રા, પણ મન ભળે તેને ભાવયાત્રા કહેવાય

પગ ચાલે એને પદયાત્રા, પણ મન ભળે તેને ભાવયાત્રા કહેવાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
તૂટે ભવભવની ફેરી, ફરીએ ફાગણની ફેરી તપોવન-નવસારીમાં પૂ. પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે આજનો ફાગણ સુદ-તેરસનો દિવસ એટલા માટે મહાન છે કે શત્રુંજય ગિરિરાજ ઉપર સાડા આઠ કરોડ મુનિઓ સાથે શ્રીકૃષ્ણના પુત્રો સિદ્ધિપદને પામ્યા હતા. આ પ્રસંગે સેંકડો જૈનો પાલિતાણામાં આવેલા શત્રુંજ્યગિરિની છ ગાઉની યાત્રા દ્વારા સ્પર્શના કરી કૃતકૃત્ય બને છે. યાત્રા કરીને આવનાર ભાવુકોનો વિવિધ પાલ દ્વારા ભક્તિ કરવામાં આવે છે. શત્રુંજ્ય સુધી ન પહોંચી શકનાર ભાવુકો માટે શત્રુંજ્યના પટ પાસે ભાવયાત્રા કરાવીને ભક્તિ કરવામાં આવે છે. નવસારીમાં મુનિસુવ્રત જિનાલય ((માણેકલાલ રોડ)) ખાતે પં. જિનસુંદરવિજયજી, પં. હંસકીર્તિ‌વિજયજી, પં. ધર્મબોધિવિજયજીની પાવન નિશ્રામાં છ ગાઉની ભાવયાત્રાનો અદ્ભૂત પ્રસંગ થયો હતો. સંગીતકાર અંકુર હુંડીયાએ વિવિધ સ્તવનો દ્વારા વાતાવરણને ગિરિરાજમય કરી દીધુ હતું. જય ગિરિરાજ..જય ગિરિરાજનો જયઘોષ જામી ગયો હતો.
પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે તમામ ર્તીથોમાં શ્રેષ્ઠ ર્તીથ શત્રુંજ્ય છે. જે રાગ-દ્વેષરૂપી શત્રુનો નાશ કરી આત્માને વિજય પ્રાપ્ત કરાવે છે. આ ર્તીથ હોલસેલનો વેપારી છે. જેણે સેંકડો પાપીને પરમાત્મા બનાવ્યા છે. કરોડો ભોગીઓને ભગવાન બનાવ્યા છે. શ્રદ્ધા અને બહુમાનપૂર્વક સેવા કરનારની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. તપોવની બાળકોને કહ્યું કે પગ ચાલે એને પદયાત્રા કહેવાય પણ ભાવ ((મન)) ભળે તેને ભાવયાત્રા કહેવાય. સેંકડો લોકોએ આ ર્તીથનો પ્રભાવ જીવનમાં માણીને ધન્ય બન્યા છે. શ્રીસીંમધરસ્વામીએ સમવસરણમાં જેના ભરપેટ વખાણ કર્યા છે તે શાશ્વતગિરિને નમસ્કાર કરીએ.