• Gujarati News
  • કારમાં આવેલા શખ્શોનો વાછરડુ ચોરીનો પ્રયાસ

કારમાં આવેલા શખ્શોનો વાછરડુ ચોરીનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
કબીલપોરમાં વસંતવિહાર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ દાનાભાઈ ભરવાડ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે ગાય-ભેંસ માટે ઘરના આગળના ભાગે જ ખુલ્લુ કોઢારુ બનાવ્યું હતું.
૧૧મી માર્ચ ૨૦૧૪ જગદીશભાઈ ભરવાડ તેમના પરિવાર સાથે રાત્રે સુઈ ગયા હતા ત્યારે તેમને લઘુશંકા લાગતા ઘરની બહાર નીકળ્યા હતા. એ દરમિયાન બે અજાણ્યા શખ્સ તેમના કોઢારમાં બાંધેલ ગાયના વાછરડાનું દોરડુ કાપીને તેને ઘસડીને લઈ જઈ રહ્યા હતા. આ નજારો જોતા જ તેઓ ગાયના બચ્ચાને છોડાવવા દોડયા હતા. એમને જોતા જ ગાયના બચ્ચાને ચોરવા માટે આવેલા બંને અજાણ્યા શખ્સ ગાયના બચ્ચાને મુકીને ભાગી છૂટયા હતા. જગદીશભાઈ ભરવાડે પીછો કરતા તેઓ એક સિલ્વર મેટાલિક કલરની ઈનોવા કારમાં બેસીને અન્ય ઈસમોની સાથે ભાગી છૂટયા હતા. અંધારુ હોય જગદીશભાઈ તેમની ઓળખ કરી શક્યા ન હતા. તેઓ ઈનોવામાં ને.હા.નં. ૮ પકડી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જગદીશભાઈ ભરવાડે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.