• Gujarati News
  • ડાંગમાં ખાદ્ય કિટનું વિતરણ

ડાંગમાં ખાદ્ય કિટનું વિતરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચીખલી
ડાંગના અંતરિયાળ જંગલ વિસ્તારમાં નિવાસ કરતા ગરીબ વનવાસી બંધુઓને હોળીના તહેવાર નિમિત્તે રોજિંદા આહાર માટે જરૂરી એવી ખાદ્ય સામગ્રીની ૨પ૦ જેટલી કિટનું વિતરણ કરવાના એક સેવાયજ્ઞનું આયોજન પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા થયું હતું. આ કાર્યના મુખ્ય દાતા પ્રવિણભાઈ શાહ તથા ચીખલીના અમરતભાઈના સહયોગથી આયોજિત આ સેવાકાર્યમાં ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુકડનખી, કુ‌ર્ડ‌સ તથા ચીચીનાગાંવઠા જેવા ગામના જરૂરિયાતમંદોને રોજિંદા પોષક આહાર માટે જરૂરી એવા અનાજ, કઠોળ, મસાલા તેમજ ખાદ્ય તેલ વગેરેની ૨પ૦ જેટલી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.