• Gujarati News
  • કોલેજ એન્ડ યુનિવર્સિ‌ટી ટીચ‌ર્સ એસો.નું અધિવેશન યોજાયું

કોલેજ એન્ડ યુનિવર્સિ‌ટી ટીચ‌ર્સ એસો.નું અધિવેશન યોજાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિ‌ટી ટીચ‌ર્સ એસોસિએશનનું ૪૬મું વાર્ષિ‌ક અધિવેશન જયેન્દ્રપુરી આ‌ર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચમાં સંપન્ન થયું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટીના વાઈસ ચાન્સેલર ડો.દક્ષેશ ઠાકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે બદલાયેલા સમયની સાથે આપણે પણ બદલાવું પડશે. મંદિરમાં ધર્મનું, શાળાને કોલેજમાં જ્ઞાન જન્મતું હોવું જોઈએ. આપણે નોલેજ માત્ર ટ્રાન્સફર કરીએ છીએ. ખરેખર નોલેજ ક્રિએટ કરવાની જરૂર છે.
સમારંભના પ્રમુખ, ટ્રસ્ટના સેક્રેટરી જીવરાજભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સંગઠનને પરિણામે આપણને સમૃદ્ધિ અને સલામતી મળી છે તો હવે ગુરૂદક્ષિણા આપવાનો સમય પાકી ગયો છે. અતિથિ વિશેષ અને પ્રમુખ વક્ત પ્રો.રોહિ‌ત શુક્લએ જણાવ્યું કે શિક્ષણક્ષેત્રે થઈ રહેલા ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે. મંડળના પ્રમુખ પ્રા.મહાદેવ દેસાઈએ મંડળને અધ્યાપકોના પ્રશ્નોના ઉકેલમાં જે સફળતા મળી તેની માહિ‌તી આપી હવે અધ્યાપકોએ વન મેન આર્મી બનવા માટે તૈયાર થવું પડશે ડો.કે.સી.પટેલે મંડળનો વાર્ષિ‌ક અહેવાલ રજૂ કરી વર્ષ દરમિયાન મંડળે કરેલી કામગીરી જણાવી. તેજસ્વી અધ્યાપકોનું સન્માન, નિવૃત્ત અધ્યાપકોનું વિદાય સન્માન મંડળ તરફથી આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના આચાર્યો, સેનેટ, સિન્ડીકેટ સભ્યો, પ્રા.સૂર્યકાંત શાહ, પ્રા.વસાવડા તથા દક્ષિણ ગુજરાતમાંથી અધ્યાપકો હાજર રહ્યા હતા. આભારવિધિ પ્રા.ડો.મહિ‌ડાએ કરી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના કારોબારી સભ્ય અને સેનેટ સભ્ય ડો.સુહાસિનીબેન અને આચાર્ય ડો.નિતીનભાઈ પટેલ અને કોલેજના તમામ અધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી.