• Gujarati News
  • દુવાડામાં સમાજોપયોગી પ્રવૃત્તિવાળો લગ્ન સમારોહ

દુવાડામાં સમાજોપયોગી પ્રવૃત્તિવાળો લગ્ન સમારોહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નાચ-ગાન અને ખાણીપીણીથી લગ્નપ્રસંગ ઉજવવાને બદલે ગણદેવી તાલુકાના દુવાડા-વાંગરી ગામના ગાંધી વિચારધારાના પોષક ખાદીધારી સ્વામીનારાયણ હાઈસ્કૂલ, જમાલપોરના નિવૃત્ત આચાર્ય નટુભાઈ નારણભાઈ પટેલે તેમના દીકરા નિરંજનના લગ્ન અનોખી રીતે ઉજવી એક પ્રેરણાદાયી, અનુકરણીય નવી ભાત પાડી છે.
લગ્નના માંગલિક પ્રસંગો ઉજવી સૌને રાજી રાખવા સાથે લગ્નના મંડપ મુહૂર્તના પ્રસંગ સાથે પમી માર્ચે સવારે ૯થી ૧૨ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૧૮ બોટલ રક્ત આ એક નવા પ્રયોગમાં એકત્ર થયું હતું.
રાત્રે ૯.૩૦થી ૧૧ કલાક દરમિયાન લગ્ન ગીતોના ગૂંજન બાદ અંધશ્રદ્ધા નિવારક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના અબ્દુલભાઈ વાકાણી અને સહયોગી દ્વારા સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાની પોલોને અનેક પ્રયોગ દ્વારા ખુલ્લી પાડી દર્શકોને તાજુબ કરી દીધા હતા.
તા. ૬ઠ્ઠી માર્ચે ગ્રહશાંતકના દિવસે સંગીત પાર્ટી અને મોટા મોટા સ્પીકરોના કાનફાડ અવાજોને બદલે રાત્રિના નીરવ વાતાવરણમાં ડભલાઈ, આંતલીયા, નવસારીના સ્થાનિક કલાકારોને સુગમ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દુવાડા-વાંગરી ગામના ગાંધી વિચારધારા ધરાવનાર નટુભાઈ નારણભાઇ પટેલ ઘરેાા સામાજિક પ્રસંગે યોજાયેલા નવતર પ્રયોગના ચોમેરથી સૌએ વખાણ કર્યા હતા.