• Gujarati News
  • વેસ્મા નજીક અકસ્માતમાં મોત

વેસ્મા નજીક અકસ્માતમાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી નેશનલ હાઈવે નં.૮ ઉપર વેસ્મા ગામની હદમાં ગણદેવી તાલુકાના અંભેટી ગામે રહેતા દલપતભાઈ પટેલ પોતાની હીરોહોન્ડા મોટરસાઈકલ નં.જીજે-૨૧-એમ-પ૯પ૯ ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ૯મી માર્ચ ૨૦૧૪ના રોજ રાત્રે ૮.૩૦ કલાકની આસપાસ કોઈ અજાણ્યા ટ્રકચાલકે તેમની બાઈકને અડફેટે લેતા દલપતભાઈ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ગ્રામ્ય પોલીસે આ ઘટનાની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.