• Gujarati News
  • નવસારીમાં દિનદહાડે વૃદ્ધાના ગળામાંથી ૃચ્ ’સોનાની ચેઈનની તફડંચી

નવસારીમાં દિનદહાડે વૃદ્ધાના ગળામાંથી ૃચ્/’સોનાની ચેઈનની તફડંચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારીમાં સિંધીકેમ્પ નજીક ટેકનિકલ સ્કૂલની બાજુમાંથી પસાર થઈ રહેલી વૃદ્ધાના ગળામાંથી બે અજાણ્યા યુવાનો રૂ.૨૦ હજારની કિંમતની દોઢ તોલાની સોનાની ચેઈન તફડાવી લઈ બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. વૃદ્ધાએ નવસારી ટાઉન પોલીસ મથકમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે.
નવસારીમાં સિંધીકેમ્પ રોડ ઉપર ગીતા મહોલ્લામાં રહેતા ડાહીબેન લલ્લુભાઈ નાયક ((ઉ.વ.૬પ)) સોમવારે સાંજે પોતાના ઘરેથી શાકભાજી માર્કેટ જવા નીકળ્યા હતા. સાંજે ૪.૧પ કલાકની આસપાસ તેઓ ટેકનિકલ સ્કૂલ થઈને શાકભાજી માર્કેટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક બાઈક ઉપર અજણ્યા યુવાનો તેમની પાસે આવ્યા હતા. બે પૈકી એક જણાંએ તેમને પૂછ્યું હતું કે માસી વાપી ક્યાં થઈને જવાય? સ્ટેશન બાજુ જાઓ, ત્યાંથી વાપી જવાશે એવો ઉત્તર ડાહીબેન નાયકે આપ્યો હતો. એ વખતે અચાનક જ યુવાને તેમના ગળામાથી દોઢ તોલાની સોનાની ચેઈન આંચકી લઈને બાઈક ઉપર સ્ટેશન તરફ ફરાર થઈ ગયા હતા.
સોનાની ચેઈન તફડાવી બંને ગઠિયા સ્ટેશન તરફ બાઈક ઉપર ભાગતા ડાહીબેને બૂમાબૂમ કરી મૂકતા ઘટનાસ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી ડાહીબેન નાયકે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.