• Gujarati News
  • વાંસદામાં માતાને પુત્રીઓએ િઅગ્નસંસ્કાર આપ્યો

વાંસદામાં માતાને પુત્રીઓએ િઅગ્નસંસ્કાર આપ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા: પોતાની સદ્ગત માતાને અગ્નિ‌ સંસ્કાર આપીને પૂત્રની ફરજ અદા કરી વાંસદાના હનુમાનબારી ગામની આ દીકરીઓએ આજના પુરૂષપ્રધાન સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડયો છે.હનુમાનબારીના સવિતાબેન ઝીણાભાઈ પટેલ ((ઉ.વ.૪૬)) પ્રા.શાળા મહુવાસ, તા.વાંસદામાં ફરજ બજાવતા શિક્ષિકાનું અકાળે અવસાન થવાથી અગ્નિ‌સંસ્કાર પુત્રીઓ પ્રિયંકા ((૨૨ વર્ષ ))અને મિતાલી ((૧૮ વર્ષ ))દ્વારા કરવામાં આવ્યો હતો. અગાઉ ૧૬ વર્ષ પહેલા પિતાનું અવસાન થયું હતું અને અત્યારે માતાની પણ છત્રછાયા ગુમાવનાર બંને દીકરીઓએ કાળજું કઠણ રાખી માતાની ચિતાને અગ્નિ‌સંસ્કાર આપ્યો હતો. જે ઢોડિયા સમાજ માટે નોંધનીય ઘટના ગણાય છે.