• Gujarati News
  • નવસારીના મુસ્લિમો વચ્ચે લગ્નની વાતચીતમાં તકરાર

નવસારીના મુસ્લિમો વચ્ચે લગ્નની વાતચીતમાં તકરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારીમાં રહેતી નસીમ નઝીર ઈંટવાલાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને પરિવારમાં બે સંતાન છે. જે પૈકી મોટા દીકરાનો સમાજની જ એક છોકરી સાથે પરિચય હતો. જેથી પરિવારના સભ્યો સાથે ૯મી માર્ચ ૨૦૧૪ના રોજ તેઓ તેમના લગ્ન માટે છોકરીના ઘરે પહોંચ્યા હતા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. લગ્નની વાતચીત દરમિયાન છોકરીના પરિવારના સભ્યો ઉશ્કેરાય ગયા હતા અને નસીમના પતિ નઝીરભાઈ તથા તેમના દીકરાને મારમારવા લાગ્યા હતા. ઢીકમુક્કીનો માર મારી તેમણે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી નસીમબેને આ ઘટનાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ઈફેતખાર ગાય, શોકત ગાય તથા શોયેબ ઈફતેખાર સામે ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાની માહિ‌તી સાંપડી છે.