તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નવસારીનો ઓડિટોરીયમ પ્રોજેક્ટ મુશ્કેલીમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીનો ઓડિટોરીયમ પ્રોજેક્ટ મુશ્કેલીમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
નવસારીના મહત્વાકાંક્ષી અદ્યતન ઓડિટોરીયમ પ્રોજેક્ટમાં નાણાંની ઉપલબ્ધતા સામે ખર્ચનો એસ્ટિમેટ અનેકગણો વધારે આવતા પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
નવસારી શહેરમાં દૂધિયા તળાવ નજીક શાકભાજી માર્કેટ પાસે નગરપાલિકા હસ્તકનો ટાઉનહોલ છે. ભૂતકાળમાં કેટલાક વરસો અગાઉ રંગવિહાર ધમધમતો રહેતો હતો અને અનેક કાર્યક્રમો, શો યોજાતા રહેતા હતા. જોકે છેલ્લા ઘણાં સમયથી રંગવિહાર બિસ્માર, જર્જરિત થઈ ગયો છે. અહીં કાર્યક્રમો યોજાતા બંધ થઈ ગયા છે. પાલિકા આ રંગવિહારનો એક રીતે ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહી છે. નવસારી પાલિકાએ આ જર્જરિત રંગવિહારનું મરામત કરાવાની જગ્યાએ જૂના રંગવિહારને તોડી નવો અદ્યતન ઓડિટોરીયમ બનાવવાનો નિર્ણય લીધો હતો. અગાઉ પાલિકાએ ઓડિટોરીયમ બનાવવાનો સૌધ્ધાંતિક નિર્ણય લેવાનો ઠરાવ કર્યા બાદ ખર્ચનો એસ્ટીમેટ કઢાવ્યો હતો.
આ અંગે મળતી માહિ‌તી મુજબ નવસારી પાલિકા પાસે ઓડિટોરીયમ બનાવવા માટે ૧.૭પ કરોડ રૂપિયાની ગ્રાંટ તથા અન્ય ૧.૦૬ કરોડ રૂપિયાની ગ્રાંટ એમ ૨.૮૧ કરોડ રૂપિયાની ગ્રાંટ છે. પાલિકાને આશા હતી કે ૩થી ૪ કરોડમાં ઓડિટોરીયમ બની જશે. જોકે ખર્ચનો જે એસ્ટીમેટ આવ્યો તેનાથી પાલિકાનું ગણિત ઉંધા પડી ગયા છે. પાલિકાએ ખૂબ અદ્યતન ઓડિટોરીયમ વિશાળ પાર્કિંગ સાથે બનાવવાનું આયોજન કર્યું હોય ખર્ચનો એસ્ટીમેટ ૯ કરોડ રૂપિયાથી વધુનો આવ્યો છે. આ ખર્ચનાં એસ્ટીમેટથી પાલિકા મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. બાકીની ૬.૬૧ કરોડ રૂપિયા જેટલી રકમ લાવવી ક્યાંથી?
પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીની મળેલી મિટિંગમાં ઓડિટોરીયમ બનાવવા આવેલા ખર્ચનો એસ્ટીમેટની વાસ્તવિકતા રજૂ થઈ હતી. કમિટીના અનેક સભ્યોએ ઓડિટોરીયમ બનાવવા માટે મહત્તમ નાણાંની હાલ જોગવાઈ ન હોઈ હાલ કામ ચાલુ ન કરવાની વાત કરી હતી, જે સ્વીકારાઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ મહત્ત્વનો ઓડિટોરીયમ પ્રોજેક્ટ હાલ તો મુશ્કેલીમાં મૂકાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો