તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માનવના દુ:ખનું મૂળ પાપ અને સુખનું મૂળ પુણ્ય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવના દુ:ખનું મૂળ પાપ અને સુખનું મૂળ પુણ્ય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નવસારી
તપોવન નવસારીમાં પં.રાજરક્ષિતવિજયજી ગણીવરે જણાવ્યું કે, સાપ કરતા પાપ વધુ ખતરનાક છે. પાપ એવી પ્રોડક્ટ છે લેવા જાઓ તો સસ્તી લાગે પણ પેમેન્ટ ચૂકવવા જાઓ તો ભારે પડી જાય. પાપ પ્રવૃત્તિમાં -ાણનું સુખ છે. મણનું પાપ છે અને ટનબંધ દુ:ખો ભોગવવા પડે છે. પાપ કરતા પહેલા ડર રાખવો જોઈએ. પાપ કરતા ડંખ રાખવો અને પાપ કર્યા પછી દર્દ રાખવું જોઈએ. કવિએ મસ્ત વાત કરી છે-પાપ છુપાયા ન છુપે તો મોટાભાગ, દાબી દૂબી ન રહે રૂઈ લપેટી આગ. દુ:ખનું મૂળ પાપ છે જ્યારે સુખનું મૂળ પુણ્ય છે.
પં.રાજરક્ષિતવિજયજી ગણીએ કહ્યું કે, ગેટ વે ઓફ ધર્મ હોય તો તે કરૂણા છે. જડ પ્રત્યે રાગ ઘટે તો જીવો પ્રત્યે કરૂણા વધે. કઠોર જમીનમાં ગુલાબ ખીલતા નથી તેમ કઠોર હૃદયમાં ગુણોની ખીલવટ થતી નથી. પાયાના અસ્તિત્વ પર ઈમારતનું અસ્તિત્વ છે. પ્રાણવાયુના અસ્તિત્વ પર જીવનનું અસ્તિત્વ છે. તો કરૂણાના અસ્તિત્વ પર માણસાઈનું અસ્તિત્વ છે.
બહુ મોટા સત્કાર્યો કદાચ આપણાથી ન થાય તોય નાના સત્કાર્યો તો આપણે કરી જ શકીએ છીએ. દરરોજ ગાયને ઘાસ, કૂતરાને એક રોટલી, ચબૂતરે પક્ષીઓને ચણ, હોસ્પિટલમાં દર્દીને ફ્રૂટનું વિતરણ અરે! કોકને સમાધિદાન, કોકને પ્રોત્સાહન આવા સંખ્યાબંધ કાર્યો છે જેમાં આપણી માનવતા ખીલી ઉઠે છે. જન્મ અને મરણ વચ્ચે રહેલું જીવનમાં પુણ્ય-પ્રેમ-પ્રસન્નતા અને પરોપકાર ક્ષેત્રે આગળ વધતા રહીએ તો પરમગતિ પામવામાં આપણને લાંબીવાર ન લાગે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો